Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ભૂંડને ગળીને ૧૪ ફૂટનો અજગર દેખાતા ફફડાટ

પાણીની પાઇપલાઇનમાં અજગર

અમદાવાદ, તા.૨૨ : ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના છાછર ગામે ૧૪ ફૂટ લાંબો અજગર આવી ચડ્તાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. છાછર ગામે વાડી વિસ્તારમાં ૧૪ ફુટ લાંબા આ અજગરે ભૂંડને ગળી જઇ એક ખેડૂતના ખેતરમાં રહેલી પાણીની પાઇપલાઇનમાં આરામ ફરમાવ્યો હતો.  લોકો આટલા લાંબા અજગરને જોવા ટોળે વળ્યા હતા. જો કે, સ્થાનિક ગ્રામજનોએ અજગર અંગે વનવિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, અજગરે ગળી ગયેલા ભૂંડને બહાર કાઢ્યા બાદ ૫ાંચ કલાકની જહેમત બાદ સ્થાનિક વનવિભાગના કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. બાદમાં તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો.

(9:34 pm IST)
  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • રાત્રે ૧૦.૩૦ વાગ્યાની લેઇટેસ્ટ ઇનસેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત ઉપર ઘટાટોપ વાદળાઓ ગંજ ખડકાયેલા જોવા મળે છે. access_time 12:47 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST