Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી દરિયો ગાંડોતૂર: સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : કાંઠાના ગામોમાં ફૂકાતો ભારે પવન

દીવ,ઘોઘલા,વણાકબારા,નંવાબંદરના બંદર પર માછીમારોએ બોટને કાંઠે લાંગરી દીધી

સમુદ્રમાં સર્જાયેલા  ડિપ્રેશન થી દરિયો ગાંડોતૂર બન્યો છે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારો આજે પરત ફર્યા છે

કેન્દ્ર શાસિત દીવ અને ઉનમાં વાવાઝોડા ની આગાહીના લીઘે માછીમારોને દરિયો ન ખેડવા તથા દરીયામાં ન જવા એલર્ટ ચેતવણી આપવામાં આવી છે

   આજે દીવ ઉના ગીર ગઢડા પંથકમાં તથા દરીયાકાંઠે ના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે દરીયામાં તોફાની કરંટ હોવા થી ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને દીવ,ઘોઘલા,વણાકબારા,નવાબંદર ના માછીમારો એ દીવ,ઘોઘલા,વણાકબારા,નંવાબંદરના બંદર ઉપર પોતાની બોટો લઈ પહોંચી ગયા હતા અને બધી જ બોટો લંગારી દેવામાં આવી છે

(6:57 pm IST)