Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ભુજ અને ગાંધીધામમાં આજથી રાત્રે ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફયુનો અમલ શરૂ

સમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના પગલે ૩૦મી સુધી પ્રતિબંધાત્મક આદેશો જારી

ભુજ :  નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીના તારીખ ૦૬/૦૪/૨૦૨૧ ના હુકમથી રાજયમાં COVID-19 ની અસર કેટલાક શહેરોમાં વઘારે વર્તાઇ રહેલ છે. આ બાબતની ગંભીરતા ઘ્યાને લેતાં નામદાર ગુજરાત હાઇકોર્ટના સુચનને ઘ્યાને લઇ કોરોનાના સંક્રમણને અટકાવવા તારીખ ૦૭/૦૪/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧ સુઘી રાજયના ર૦ શહેરોમાં દરરોજ રાત્રીના ૦૮.૦૦ કલાકથી સવારના ૦૬.૦૦ કલાક સુઘી રાત્રિ કરફયુ અમલમાં મુકેલ છે. જેમાં કચ્છ જીલ્લાના ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરનો સમાવેશ કરેલ છે.

જેથી પ્રવિણા ડી.કે.,આઈ.એ.એસ., કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-(સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ -૧૪૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ થી તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, કચ્છ જીલ્લાના ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં તારીખ ૦૭/૦૪/૨૦૨૧ થી તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુઘી દરરોજ રાત્રીના ૦૮.૦૦ કલાકથી સવારના ૦૬.૦૦ કલાક સુઘી રાત્રી કફર્યુ રહેશે જેથી આ વિસ્તારના રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવું નહિ તેમજ કોઇ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, સોસાયટીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવુ નહિ અથવા પગપાળા કે વાહનો મારફતે હરવુ ફરવુ નહિ. સમગ્ર કચ્છ જીલ્લામાં તારીખ ૧૦/૦૪/૨૦૨૧ થી લગ્ન/સત્કાર સમારંભમાં બંઘ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વઘુ વ્યકિતઓ એકઠા કરી શકાશે નહિ. આ દરમિયાન કોવિડ સંબંઘિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. કફર્યુના સમયના કલાકો દરમ્યાન ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહિ. સમગ્ર કચ્છ જીલ્લામાં તારીખ ૦૭/૦૪/૨૦૨૧ થી તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુઘી રાજકીય, સામાજીક અને અન્ય મેળવડા ઉપર સંપુર્ણ પ્રતિબંઘ રહેશે. સમગ્ર કચ્છ જીલ્લામાં કોઇપણ Gadhering માં ૫૦ થી વઘુ વ્યકિતઓ એકત્ર થઇ શકશે નહિ. આ Gadhering દરમિયાન કોવિડ સંબંઘિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. જીલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ (એ.પી.એમ.સી) પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુઘી તમામ સરકારી કચેરીઓ તમામ શનિવાર-રવિવારના બંઘ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે.
આ હુકમ અન્વયે જાહેર ઉપયોગિતા જેવી કે પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમીશન એકમ, ટેલી કોમ્યુનીકેશન સર્વિસ, એનઆઇસી, પ્રારંભિક ચેતવણી એજન્સી. પોલીસ, હોમગાર્ડ, મહેસુલી અઘિકારી/કર્મચારી, સીવીલ ડીફેન્સ, ફાયર અને ઈમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સંરક્ષણ કેન્દ્રીય શસસ્ત્ર પોલીસ દળ, જેલો અને નગરપાલિકાની આવશ્યક સેવાઓ. જાહેર તથા ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સેવાઓ તથા ઈ-કોમર્સ દ્વારા, ફાર્માસ્ચુટીકલ હોમ ડિલીવરી. દુઘ વિતરણ, ઈલેક્ટ્રોનિક મિડીયા અને પ્રિન્ટ મિડીયા (માહિતી ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત), ખાનગી સિક્યુરીટી સેવાઓ, આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટીકલ તથા જે ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડે છે. રેલવે પર માલસામાનની હેરફેર માટેની પ્રવૃત્તિઓ. રેલવે અને હવાઇ માર્ગ અને એસ.ટી. થી અવરજવર કરનાર મુસાફરોને લેવા તથા મુકવા માટે માન્ય ટિકિટ રજુ કર્યેથી મંજુરી માટે ટેક્ષી તથા રીક્ષા/કેબ સેવાઓ ચાલુ રહેશે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન બહારગામથી લાંબી મુસાફરી કરી ભુજ શહેર અથવા ગાંઘીઘામ શહેરમાં આવતા મુસાફરોએ પોતાની પાસે રહેલ ટોલટેક્ષ રીસીપ્ટ અથવા અન્ય પુરાવા રજુ કરવાના રહેશે. ATM બેન્કિંગ ઓપરેશનના IT વેન્ડરો સહિત ATM વ્યવસ્થાપન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ. તમામ પ્રકારના માલસામાનનું પરિવહન સરકારી સેવાઓ માટેની માન્ય પરીક્ષાઓ આપવા જતા પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર/ ઓળખપત્રના  આઘારે લેવા તથા મુકવા જવા માટેની મંજુરી. ભારત સરકારના તથા ગુજરાત સરકારના વખતો વખતના સુઘારા આદેશોને આઘિન અપવાદો. ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં કંપનીઓના શિફ્ટિંગ ડ્યુટી વાળા કર્મચારીઓને લાવવા લઇ જવા આવતા કંપનીના વાહનો તથા તેમાં પ્રવાસકર્તા કર્મચારીઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે પરંતુ સંબંઘિત કંપનીઓએ તેમના વાહનો અને તેમાં પ્રવાસ કરનાર કર્મચારીઓની વિગત પોલીસ કંન્ટ્રોલરૂમમાં આપવાની રહેશે. ઉપરોક્ત તમામ છુટછાટો સોશીયલ ડિસ્ટન્સીંગ, ફેસ કવર, હેન્ડ સેનિટાઈઝેશન વગેરે સંબંઘમાં કોવિડ-૧૯ની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની શરતે આપવામાં આવે છે.
આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–૧૮૮ અને ઘ ગુજરાત એપેડેમિક રેગ્યુલુશન, ર૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.

(6:28 pm IST)
  • મનપાના આરોગ્ય કેન્દ્રમાં સીનીયર કલાર્ક અને જુનિયર કલાર્ક તેમજ કોમ્યુટર ઓપરેટરોને ફરજ સુપ્રત કરાઈ : ૨૬૭ કર્મચારીઓના હુકમો : આરોગ્યના કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડતા સ્ટાફની ભારે અછત સર્જાઈ છે ત્યારે મ્યુ. કમિશ્નરે હવે મનપાની કચેરીના ૨૬૭ જેટલા સીનીયર કલાર્ક, જુનિયર કલાર્ક, હેડ કલાર્ક તથા સર્વેયર અને ડેટા એન્ટ્રી ઓપરેટરોને આરોગ્ય કેન્દ્રમાં સવારે ૭:૪૫ થી બપોરે ૧ વાગ્યા સુધી ફરજ સોંપતા હુકમો કર્યા છે : કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવવા માટે હવે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે access_time 3:16 pm IST

  • ત્રિપુરાના મુખ્યમંત્રી બીપલબ કુમાર દેબ થયા કોરોના સંક્રમિત : ડોકટરોની સલાહથી હોમ આઇસોલેશનમાં રખાયા : ટ્વીટ કરીને સૌ ને કોરોના મહામારીમાં સાવચેત રહેવા અપીલ કરી access_time 3:34 pm IST

  • સમસ્યા ત્યારે ઉભી થાય છે જયારે પરીક્ષાને જીવન મરણનો પ્રશ્ન બનાવી દેવામાં આવે છે : માતા પિતાએ બાળકો ઉપર પરીક્ષાનું ટેનશન લાદવું ન જોઈએ : પરીક્ષા માટે આપણે ત્યાં એક શબ્દ છે ' કસોટી ' : જેનો મતલબ પોતાની જાતને કસવી તેવો થાય છે : પરીક્ષા એ જિંદગીનો આખરી મોકો નથી : જે લોકો જિંદગીમાં ખુબ સફળ થાય છે તેઓ દરેક બાબતમાં પારંગત નથી હોતા, પરંતુ કોઈ એક વિષય ઉપર તેમની મજબુત પક્કડ હોય છે : ' પરીક્ષા પે ચર્ચા ' વિષય પર વડાપ્રધાન શ્રી મોદીનું ઉદબોધન access_time 7:50 pm IST