Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મોરબીમાં ફરજ બજાવતા પોલીસ જવાનો માટે યુવાને ઘરેથી ચા બનાવી પહોંચાડી

મોરબીઃ જીઆઈડીસી નજીક ચેતક ટાયર સેલ્સના સંચાલક મેહુલભાઈ રાચ્છ દ્વારા પોલીસ જવાનોની કામગીરીને અનોખી રીતે બિરદાવીને એક જાગૃત નાગરિકની ફરજ નિભાવવામાં આવી હતી.હાલ લોકડાઉનને પગલે પોલીસ જવાનોને ડ્યુટી દરમિયાન હાલ બંધના પગલે ચાપાણી મળી સકતા ના હોય મેહુલભાઇ રાચ્છે પોતાના દ્યરેથી ચા બનાવીને ફરજ પરના પોલીસ કર્મચારી, ટ્રાફિક વોર્ડન સહિતનાને ચા પહોંચતી કરી હતી. તે તસ્વીર.

(11:58 am IST)
  • 2021ની વસ્તીગણત્રી અને એનપીઆરની કાર્યવાહી મુલત્વી રખાઈ : કેન્દ્રની જાહેરાત access_time 5:21 pm IST

  • મધ્યપ્રદેશમાં કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપનાર અને વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાયો તે સમયે ગૃહમાં હાજરી આપનાર પત્રકારને કોરોનાનો ચેપ : ચારેકોર ખળભળાટ મધ્યપ્રદેશમાં કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપનાર અને વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાયો તે સમયે ગૃહમાં હાજર રહેનાર ભોપાલના પત્રકારને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ : તેનો પુત્ર હમણા જ વિદેશથી પરત આવ્યો છે તેને પણ કોરોના પોઝીટીવ આવેલ છે access_time 6:07 pm IST

  • માર્ચમાં યુનોની સિકયોરીટી કાઉન્સીલની બેઠક : અધ્યક્ષતા ચીન પાસે : ચીનની અવળચંડાઈ : આગામી યુનોની સિકયોરીટી કાઉન્સીલની બેઠકનું અધ્યક્ષપદ ચીન પાસે છે ત્યારે કોરોનાની ચર્ચા અંગે ચીને રીતસર અવળચંડાઈ આચરી છે. ચીનના વિદેશમંત્રીએ ગઈકાલે જ કહેલ કે કોરોના મહામારી અંગે ચીનને દોષિત ન ઠેરવો ઘણા દેશોએ કોરોના અંગે પ્રસ્તાવ મૂકયો છે પણ ચીન આ બેઠકમાં ચર્ચા કરવા દેવા નથી માંગતુ એ સ્પષ્ટ થયુ છે. access_time 1:05 pm IST