સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

મોરબીમાં ફરજ બજાવતા પોલીસ જવાનો માટે યુવાને ઘરેથી ચા બનાવી પહોંચાડી

મોરબીઃ જીઆઈડીસી નજીક ચેતક ટાયર સેલ્સના સંચાલક મેહુલભાઈ રાચ્છ દ્વારા પોલીસ જવાનોની કામગીરીને અનોખી રીતે બિરદાવીને એક જાગૃત નાગરિકની ફરજ નિભાવવામાં આવી હતી.હાલ લોકડાઉનને પગલે પોલીસ જવાનોને ડ્યુટી દરમિયાન હાલ બંધના પગલે ચાપાણી મળી સકતા ના હોય મેહુલભાઇ રાચ્છે પોતાના દ્યરેથી ચા બનાવીને ફરજ પરના પોલીસ કર્મચારી, ટ્રાફિક વોર્ડન સહિતનાને ચા પહોંચતી કરી હતી. તે તસ્વીર.

(11:58 am IST)