Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ટેકસી સહિતના ભાડે ફરતા પેસેન્જર વાહનો પેટ્રોલ-ડીઝલને નહિ મગાવી શકે

વાહન વ્યવહાર વિભાગ દ્વારા ખાસ જાહેરનામું : આવશ્યક ચીજવસ્તુ સાથે સંકળાયેલ વાહનોને છૂટ અપાઇ

રાજકોટ, તા.૨૫: રાજયમાં અગમચેતીના પગલાંરૂપે રાજય સરકાર કોરોના વાયરસ પ્રસરે નહીં તે માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસને અટકાવવા માટે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત રાજયની અંદરના તમામ માર્ગો ઉપર પેસેન્જર વાહનો (ટેકસી કેબ, મેકસી કેબ, સ્ટેજ કેરેજ, કોન્ટ્રાકટ કેરેજ)માં મુસાફરોનું પરિવહન તા.૨૫ સુધી તેમજ ગુજરાત રાજયમાંથી બહારનાં રાજયોમાં કે બહારના રાજયોમાંથી ગુજરાત રાજયમાં ગુજરાત રાજયમાં મુસાફરો પરિવહનનું તા.૩૧ માર્ચ સુધી કરી શકાશે નહીં.

આ તમામ પેસેન્જર વાહનો પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ-ડીઝલ ભરાવી શકશે નહીં. ફકત આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ માલવાહક વાહનો અંગત વપરાશના વાહનો સરકારી ફરજ પરના વાહનોને મુકિત આપવામાં આવેલ હોય ફકત તેવા વાહનોમાં જ પેટ્રોલ-ડીઝલ ભરી આપવાનું રહેશે તેમ જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું છે.

(11:50 am IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : મહારાષ્ટ્રનાં સાંગલીમાં એક જ પરિવારનાં પાંચ લોકો કોરોનાથી સંક્રમિત : આ તમામને આઈસોલેશનમાં મોકલી દેવાયા : આ સાથે રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 112 થયો છે. access_time 12:51 pm IST

  • ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસ સામે ઝઝૂમવા રાજકીય આગેવાનોએ ઝોળી ખુલ્લી મૂકી દીધી : બીજેપી ,કોંગ્રેસ,બીએસપી ,સપા ,અપના દળ ,તથા ,અપક્ષ ,સહીત 38 નેતાઓએ 5 લાખથી 1 કરોડ રૂપિયા આપ્યા access_time 7:16 pm IST

  • દિલ્હીમાં 72 લાખ લોકોને કરિયાણુ મફતમાં મળશે :દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ અંગે કેન્દ્ર અને તમામ રાજ્યની સરકરા પગલા લઇ રહી છે. હવે દિલ્હી સરકરે રાશન યોજનામાં મફતમાં રાશન આપવાની જાહેરાત કરી છે. નવા નિયમ આજથી જ લાગુ થઇ જશે. access_time 12:53 pm IST