સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

ટેકસી સહિતના ભાડે ફરતા પેસેન્જર વાહનો પેટ્રોલ-ડીઝલને નહિ મગાવી શકે

વાહન વ્યવહાર વિભાગ દ્વારા ખાસ જાહેરનામું : આવશ્યક ચીજવસ્તુ સાથે સંકળાયેલ વાહનોને છૂટ અપાઇ

રાજકોટ, તા.૨૫: રાજયમાં અગમચેતીના પગલાંરૂપે રાજય સરકાર કોરોના વાયરસ પ્રસરે નહીં તે માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસને અટકાવવા માટે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત રાજયની અંદરના તમામ માર્ગો ઉપર પેસેન્જર વાહનો (ટેકસી કેબ, મેકસી કેબ, સ્ટેજ કેરેજ, કોન્ટ્રાકટ કેરેજ)માં મુસાફરોનું પરિવહન તા.૨૫ સુધી તેમજ ગુજરાત રાજયમાંથી બહારનાં રાજયોમાં કે બહારના રાજયોમાંથી ગુજરાત રાજયમાં ગુજરાત રાજયમાં મુસાફરો પરિવહનનું તા.૩૧ માર્ચ સુધી કરી શકાશે નહીં.

આ તમામ પેસેન્જર વાહનો પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ-ડીઝલ ભરાવી શકશે નહીં. ફકત આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ માલવાહક વાહનો અંગત વપરાશના વાહનો સરકારી ફરજ પરના વાહનોને મુકિત આપવામાં આવેલ હોય ફકત તેવા વાહનોમાં જ પેટ્રોલ-ડીઝલ ભરી આપવાનું રહેશે તેમ જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું છે.

(11:50 am IST)