Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સરધાર પાસે કારમાં ત્રણ પટેલ મિત્રો પીધેલી હાલતમાં પકડાયા

ભાવેશ મોલીયા, પરેશ હીરપરા અને અવીનાશ રાણપરીયાની ધરપકડ

રાજકોટ તા.૧૯ : શહેરના સરધાર નજીક વાહન ચેકીંગ દરમ્યાન આજીડેમ પોલીસે અલ્ટોકારમાં ત્રણ પટેલ મિત્રોને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. કડછા તથા હેડ કોન્સ કાળુભાઇ ગામેતી, પરેશભાઇ સાંગાણી, જનકસિંહ તથા ભગીરથસિંહ સહિત વાહન ચેકીંગમાં હતા ત્યારે સરધાર તરફ આવતી જીજે૩ ડીએન૧૯૩પ નંબરની અલ્ટોકારને રોકી તપાસકરતા કારમાં બેઠેલા ભાવેશ વલ્લભભાઇ મોલીયા (ઉ.૪૦) (રહે. સંતકબીર રોડ ગઢીયાનગર શેરી નં.૬) પરેશ રામજીભાઇ હીરપરા (ઉ.૪૦) રહે. સંતકબીર રોડ ગઢીયાનગર શેરી નં.૬) અને અવિનાશ વાલજીભાઇ રાણપરીયા (ઉ.૩૪) (રહે. કોઠારીયા રોડ મહેશ્વરી શેરી નં.ર) દારૂ પીધેલી હાલતમાં જણાતા ત્રણેયની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

(3:26 pm IST)
  • અમદાવાદના જમીન - મકાનના ધંધાર્થીને લૂંટી લેવાયો : ૩૧ લાખની રોકડ લૂંટી ગયા : અલથાણ - દાંડી રોડ ઉપર નારનાથ ગામ નજીક ગઈકાલની ઘટના : લૂંટારૂઓ સાથે ઝપાઝપી પણ થઈ : ૪ાા લાખની રોકડ ઝાડી - ઝાંખરામાં ફેકાઈ ગયેલ તે પોલીસે પરત મેળવી access_time 1:04 pm IST

  • પાકિસ્તાનમાં ત્રાસવાદી હુમલો નિષ્ફળ ગયોઃ ૧ આતંકી ઠાર : પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છેઃ લોરાલઈ જિલ્લામાં પાકિસ્તાની સુરક્ષા દળના વાહન ઉપર આંતકીઓએ હુમલો કરતા ૨ જવાન ઘાયલ થયા છેઃ દરમિયાન આતંકીઓ ઘેરાઈ જતા એક આતંકીએ પોતાને બોંબથી ઉડાવી દીધેલ જયારે બીજો સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ access_time 4:05 pm IST

  • ટ્રેડ વોરઃ ર૭ વર્ષના તળિયે પહોંચ્યો ચીનનો જીડીપીનો દર : અમેરિકા સાથેના ટ્રેડવોરની અમીરઃ ચીનનો જીડીપી ગ્રોથ ર૭ વર્ષના તળિયે પહોચ્યોઃ માંગમાં સુસ્તી અને ટ્રેડવોરને કારણે ર૭ વર્ષમાં પહેલીવાર જીડીપીનો ગ્રોથ ૦.૬ ટકા રહ્યો. access_time 3:55 pm IST