સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th October 2019

સરધાર પાસે કારમાં ત્રણ પટેલ મિત્રો પીધેલી હાલતમાં પકડાયા

ભાવેશ મોલીયા, પરેશ હીરપરા અને અવીનાશ રાણપરીયાની ધરપકડ

રાજકોટ તા.૧૯ : શહેરના સરધાર નજીક વાહન ચેકીંગ દરમ્યાન આજીડેમ પોલીસે અલ્ટોકારમાં ત્રણ પટેલ મિત્રોને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. કડછા તથા હેડ કોન્સ કાળુભાઇ ગામેતી, પરેશભાઇ સાંગાણી, જનકસિંહ તથા ભગીરથસિંહ સહિત વાહન ચેકીંગમાં હતા ત્યારે સરધાર તરફ આવતી જીજે૩ ડીએન૧૯૩પ નંબરની અલ્ટોકારને રોકી તપાસકરતા કારમાં બેઠેલા ભાવેશ વલ્લભભાઇ મોલીયા (ઉ.૪૦) (રહે. સંતકબીર રોડ ગઢીયાનગર શેરી નં.૬) પરેશ રામજીભાઇ હીરપરા (ઉ.૪૦) રહે. સંતકબીર રોડ ગઢીયાનગર શેરી નં.૬) અને અવિનાશ વાલજીભાઇ રાણપરીયા (ઉ.૩૪) (રહે. કોઠારીયા રોડ મહેશ્વરી શેરી નં.ર) દારૂ પીધેલી હાલતમાં જણાતા ત્રણેયની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

(3:26 pm IST)