Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

આઇ.ટી.આઇ.ખંભાળીયા ખાતે જોબફેર યોજાશે

દેવભુમિ દ્વારકા, તા.૧૭: ગુજરાત રાજયમાં રોજગાર નીતિ ને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા આઇ.ટી.આઇ. ખંભાળીયા ખાતે સોમવારે સવારે ૧૦ કલાકે જોબફેર શરૂ કરવામાં આવશે. આ જોબફેરમાં જુદા જુદા સર્વીસ/મેન્યુફેકચર/ટ્રેડીંગ સેકટરના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ રોજગારવાંચ્છું ઉમેદવારો પોતાના પગભર થઇ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલ છે. આ  જોબફેર-સ્વરોજગાર શિબિરમાં ધોરણ  ૧૦-૧૨ ગ્રેજયુએટ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમરમર્યાદા ૧૮ થી ૩૫ રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરશે. આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યુંમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યુંમાં હાજર રહેવા જણાવવામાં આવેલ છે. આ જોબફેર- સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી-દેવભૂમિ દ્વારકા ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકાશે. રજીસ્ટ્રેશન સ્થળ પર જ કરવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવામાં આવ્યું છે.

(12:30 pm IST)
  • જિદ: 100 વર્ષમાં કોઈએ ક્રોસ નથી કર્યો એન્ટાર્કટિકા : હવે બે યુવકો જીત મેળવવા નીકળ્યા : બંને યુવકો 3 નવેમ્બરે એન્ટાર્કટિકામાં લેન્ડ થયા છે અને 65 દિવસમાં મિશન પુરૂ કરવાનો અંદાજ access_time 4:38 pm IST

  • બદ્રીનાથ ધામના કપાટ મંગળવારે બંધ થશે : ઉત્તરાખંડ સ્થિત ચાર ધામોમાંના એક વિશ્વ પ્રસિધ્ધ બદ્રીનાથ ધામના કપાટ ૨૦ નવેમ્બરને મંગળવારના રોજ વિધિ-વિધાન સાથે શીતકાળના કારણે બંધ થશે. જે ૬ માર્ચ સુધી અગાઉ ભાઇબીજના દિવસે કેદારનાથના અને ત્યારબાદ યમુનોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવેલ. access_time 3:43 pm IST

  • નખત્રાણાના ઉગેડી નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત: એકનું મોત, એક ઘાયલ : ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો access_time 12:38 pm IST