Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જેતપુરના ખંભાલીડાની ચોકડી પાસેથી દારૂની બોટલ સાથે જુનાગઢનો શખ્સ ઝડપાયો

 જેતપુર તા.૧૭ : પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વિરપુર પોલીસ પેટોલીંગમાં નીકળેલ દરમ્યાન કાગવડ-ખંભાલીડાની ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે સ્વીફટ કાર નં. જી.જે૧૧ બીઆર ૩૦૩૦ વાળી શંકાસ્પદ હાલતમાં પડેલ હોય પોલીસે કારનું ચેકીંગ કરતા તેમાંથી દારૂની બોટલ નંગ-૧ કિ. રૂ.૪૦૦ ની મળી આવતા પોલીસે કાર ચાલક મુકેશ ભીમજીભાઇ ડોડીયા (રહે. જુનાગઢ આદિત્ય ચોક)ને દારૂની બોટલ તેમજ કાર મળી કુલ રૂ.૪,૦૪,૦૦૦ ના મુદા માલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:27 pm IST)