Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગોંડલમાં લાંચ લેતા પકડાયેલ એ.એસ.આઇના રીમાન્ડ મંગાશે

ગોંડલ તા ૧૭  : ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામમાં ભીમ અગીયારસના દિવસે જુગાર રમતા પકડાયેલા પત્તા પ્રેમીઓ પાસે માર ન મારવા માટે રૂ ૩૩ હજારની લાંચ લેતા ઝડપાયેલા એ.એસ.આઇ.ને રીમાન્ડ માટે રજુ કરાશે.

મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે ભીમ અગીયારસના દિવસે જુગાર રમતા ૧૧ પતા પ્રેમીઓ ઝડપાયા હતા અને આ પતા પ્રેમીઓ પાસે માર ન મારવા બાબતે તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ.  દીલીપ અરૂણભાઇ પાનસેરીયા (વાસાવડ આઉટ પોસ્ટ) ના એ રૂપિયા ૮૦ હજારની લાંચની માંગ કરી હતી અને ૭૩ હજાર રૂપિયામાં તોડ નક્કી થવા પામ્યો હતો, જે પેટે પત્તા પ્રેમીઓએ રૂપિયા ૪૦૦૦૦ ચુકવી પણ દીધા હતા, જયારે બાકીના ૩૩૦૦૦ આજે લાંચ લેતી વેળાએ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ જતા ગુન્હો નોંધાવા પામ્યો હતો. એસીબીની આ કાર્યવાહીમાં એસીબીના ડીવાયએસપી એચ.પી. દોશી તથા, પી.આઇ. એન.કે. વ્યાસ સહિતે કાર્યવાહી કરી હતી. જેની તપાસ પી.આઇ. એચ.એસ. આચાર્યએ હાથ ધરી છે.

(3:26 pm IST)