Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મોરબીની સાડા પાંચ વર્ષની ઢીંગલીને ૨ ફૂટ લાંબા વાળ

 મોરબી, તા.૧૭: આમ તો દરેક વ્યકિતને અલગ અલગ શોખ હોય છે પરંતુ કયારેક વ્યકિતનો શોખ તેને ફેમસ બનાવતો હોય છે અથવા તો વર્લ્ડ રેકોર્ડમાં તેનો શોખ સ્થાન પામતો હોય છે આવો જ કિસ્સો મોરબીમાં જોવા મળ્યો છે જયાં મેડીકલ સ્ટોર સંચાલક પિતાની સાડા પાંચ વર્ષની ઢીંગલીને લાંબા વાળનો શોખ હોય અને નાની એવી ઢીંગલીને ૨ ફૂટ લાંબા વાળ છે . મોરબીમાં મેડીકલ સ્ટોર ચલાવતા જતીનભાઈ મહેતા અને પુજાબેન મહેતાની દીકરી પ્રિયાંશીની ઉમર તો માત્ર સાડા પાંચ વર્ષ છે પરંતુ તેના વાળની લંબાઈ ૨ ફૂટ જેટલી છે નાની ઢીંગલી પ્રીયાંસીને નાનપણથી જ લાંબા વાળનો શોખ હોય અને માતા પૂજાબેને પણ દીકરીના શોખને પાંખો આપીને તેના વાળની માવજત લેવાની શરુ કરી હતી જેના ફળસ્વરૂપે માત્ર સાડા પાંચ વર્ષની ઢીંગલી પ્રીયાંસીને હાલ ૨ ફૂટ લાંબા વાળ છે અને આટલી નાની ઉમરમાં ૨ ફૂટ લાંબા વાળ એ વર્લ્ડ રેકોર્ડ હોય જેથી માતાપિતાએ લિમ્કા બૂક ઓફ રેકોર્ડ માટે નોમીનેશન કર્યું છે અને પ્રીયાંસીનો રેકોર્ડ લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી જાય તો મોરબીમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ ધરાવતી અને કદાચ સૌથી નાની ઉમરની ઢીંગલી વર્લ્ડ રેકોર્ડ ધરાવતી થઇ જશે.

(1:46 pm IST)