Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વાંકાનેર સરકારી હોસ્પીટલમાં અમુક ડોકટરોની મનમાની ફરજ ઉપર મનફાવે ત્યારે પધારે

ઇમરજન્સી સારવારમાં દર્દીઓને અડધો કલાક ડોકટરોની રાહમાં વીતાવી પડેઃ નેતાઓનું મૌનઃ પગલા ભરાશે

 વાંકાનેર તા.૧૭: સરકારી હોસ્પીટલમાં અમુક ડોકટરો મન ફાવે ત્યારે આવે છે ત્યારે ઇમરજન્સી કેઇસ આવે ત્યારે પણ ફરજ પરના નર્સ ફોન કરે ત્યારે સાહેબ ઘરેથી આરામથી અડધો કલાક પછી પધારે ત્યારે પીડામાં કણસતા દર્દીને સાહેબશ્રી પધારે તેની રાહમાં બેઠા રહેવુ પડે છે.

સરકારી હોસ્પીટલના ખાડે ગયેલા વહીવટથી છાસવારે અખબાર અને સોશ્યલ મીડીમામાં ચીમકી રહ્યા છે પરંતુ બહેરા કાને આ વાત સંભળાતી નથી તો બીજી બાજું સ્થાનિક નેતાઓ પણ આ ડોકટરો અને ફોનમાં વ્યસ્થ સ્ટાફની ઢીલી નીતી અને કામગીરી સામે મોંન રહેતા પ્રજામાં રોષ જોવા મળી રહ્યા છે.

તા.૧૪-૬-૨૦૧૯ના સવારે આઠેક વાગ્યે એક અખબાર વિતરણ સાઇકલ ઉપરથી પડી જતા તેને ૮-૧૦ મીનીટે સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પીટલે લઇ જવાયા હતા પરંતુ ત્યા ફરજ પરના ડોકટર ઘેર હાજર હતા.

ફરજ પરના નર્સ ઇમરજન્સી પેસન્ટ આવ્યુ હોવાની અને તેને માથામાં કપાળના ભાગે ઇજા હોવાની ફરજ પરના ડોકટરને જાણ કર્યા બાદ ૮ વાગ્યે ફરજ પર હાજર થવાનું હોય છે તે ડોકટર મહાસય ૮-૪૦ કલાકે પધારેલ.

આ વેળાએ અન્ય દર્દીઓ પણ ડોકટરોની રાહમાં બેઠા હતા તે પણ રોષ વ્યકત કરી રહ્યા હતા. આ વાતની જાણ થતા પત્રકાર નિલેશ ચંદારાણા હોસ્પીટલે દોડી ગયા હતા અને હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડન ડો.ગોસાઇ સાહેબને ફોન કરી જાણ કરતા તેઓ તુરત બે મીનીટમાં હોસ્પીટલે આવી ગયેલ અને દર્દીને જરૂરી સારવાર આપેલ ત્યારે જેમની નોકરી ૮-૦૦ વાગ્યે શરૂ થાય છે તે ડોકટર ૮-૪૦ વાગ્યે પધારેલ ત્યારે હવે સુપ્રિન્ટેન્ડર  શ્રી આની સામે કાઇ ખુલાસા કે પગલા ભરે છે કે કેમ તે જોવાનું રહ્યુ રાજય સરકાર આરોગ્ય ક્ષેત્રે પ્રજાજનોને વધુને વધુ લાભ અને સુવીધા આપવા માટે સતત પ્રયત્ન શીલ છે પરંતુ સ્થાનિક તંત્ર દર્દીઓને સુવીધા આપવામાં આળસ કરી રહ્યું છે

વાંકાનેરની સરકારી હોસ્પીટલમા મનમાની ચલાવતા ડોકટર અને સ્ટાફની પ્રવૃતી અંગે રાજયની આરોગ્ય મંત્રીશ્રીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે.

(12:06 pm IST)