Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઉનાના દરિયામાં ડૂબી ગયેલ અરજણભાઇ પરમારની ૪ દિવસે લાશ મળી : પી.એમ. માટે જામનગર મોકલી

ઉના, તા. ૧૭ : ઉના દરિયામાં હોડી ઉંધી વળી જતા ડૂબી ગયેલ અરજણભાઇ બાબુભાઇ પરમારની ૪ દિવસે લાશ મળી છે. લાશને પી.એમ. માટે જામનગર મોકલી છે.

ગત તા.૧ર ને બુધવારે વાયુ વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવન હોય શૈમદ રાજપરા ગામના દરિયા કિનારે અરજણભાઇ બાબુભાઇ પરમાર (ઉ.વ.૪પ) દરિયામાં નાની હોડી લઇ કાંઠે આવતા હતાં ત્યારે દરિયામાં ઉંચા મોંજાની થપ્પટથી બોટ ઉંધી વળી જતાં ડૂબી ગયેલ અરજણભાઇ તણાઇ ગયા હતાં. ૪ થી દિવસે જાફરાબાદ તાલુકાના રોહીસા ગામના દરિયા કિનારે યુવાનનો મૃતદેહ તણાઇ પડેલ હોય ગામના આગેવાન પ્રવિણભાઇ બારૈયાએ સૈમદ રાજપરા જાણ કરતા માજી સરપંચ કાળુભાઇ રાઠોડ પરિવાર સ્થળ ઉપર પહોંચી મૃતદેહ અરજણભાઇની ઓળખી બતાવતા તેને પી.એમ. કરવા જામનગર લઇ ગયેલ છે. પોલીસે એ.ડી.ની નોંધ કરી છે. આમ ૪ દિવસ પછી મૃતહાલતમાં મળતા પરિવાર ભાંગી પડયો હતો.

(12:00 pm IST)