Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વડીયાના દેવળકી ગામે વીજશોક લાગતા મજૂર યુવાનનું મોત

અમરેલીથી દેવળકી ગામે ખાતરની ડિલેવરી કરવા આવેલ મજૂર યુવાન અસલમભાઈ જોગીયા ઉ.૨૫ રહે અમરેલી વડીયાના દેવળકી ગામે સહકારી મંડળીના ગોડાઉનમાં ખાતર ટ્રક માંથી ઉતારતા હતા તે દરમિયાન ટ્રકનું દોરડું છોડવા મજૂર યુવાન ટ્રક પર ચડ્યો હતો તે દરમિયાન ટ્રકની ઉપરથી પસાર થતી ઇલેવનકેવી વીજ લાઈનને અડી જતા વીજશોક લાગતા મજૂર યુવાનનું દ્યટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું યુવાનની લાશને પીએમ માટે વડીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા વડીયા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. (તસ્વીરઃ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા)

(11:58 am IST)