Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

તળાજા યાર્ડમાં ભાજપની જૂથબંધી ને કોંગ્રેસમાં અંદરો અંદરની ખેંચતાણ વચ્‍ચે કાલે પ્રમુખ ની તાજપોશી

તળાજા, તા. ૧૭: તળાજા માર્કેટીંગ યાર્ડ ની ચૂંટણી અને તેનું પરિણામ આવ્‍યાના છ માસ બાદᅠ પ્રમુખ ઉપપ્રમુખ ની તાજપોશીનું મુર્હત નિકલ્‍યુ છે.આ મુર્હત મંગળવાર બપોરનું છે. પ્રમુખ ઉપ પ્રમુખનો તાજ પહેરવા માટે બન્ને પક્ષ ઉપરાંત ચૂંટાયેલ પ્રતિનિધિ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોણ કોને વફાદાર રહે તે નક્કી જણાતું નથી તેવી વાત વચ્‍ચે ભાજપ માં જૂથ વાદ અને કોંગ્રેસ માં અંદરો અંદર પદ માટેની ખેંચતાણ ની વાતો વચ્‍ચે તન,મન અને ધનની જયાં જેની જરૂર પડે તે વાપરવામાં આવી રહ્યાની વાત જાણકારો માં ચર્ચાની એરણે ચઢી છે.

તળાજા માર્કેટીંગ યાર્ડ ની ચૂંટણી ત્રી પાખિયા જંગ સમી બની રહી. ભાજપ પાસેથી બહુમતી છીનવવામાં કોંગ્રેસ એ મેદાન મારયુ. ૧૪ માંથી કોંગ્રેસ ને આઠ અને ભાજપ ને છ બેઠકો મતદારો એ આપી.આથી હવે પ્રમુખ ઉપ પ્રમુખનો તાજ પહેરવા હોડ જામી છે. કારણકે ચૂંટાયેલ ૧૪ ઉપરાંત સરાકરી પ્રતિનિધિ બે અને એક પાલિકા પ્રતિનિધિ એક એમ ત્રણ મત હોદ્દાની રુએ આપવામાં આવેછે.

હોદ્દાની રુએ જે ત્રણ મત આપવાની સતા ધારાવેછે તે ત્રણ મત ભાજપ ની તરફેણ માં પડે તેવી પ્રાથમિક દ્રષ્ટિએ શકયતા જોવા મળી રહી છે. આથી બહુમતી ભલે કોંગ્રેસ ને મળી પણ ભાજપ સતા હાંસલᅠ કરે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહયુ છે.

પણ જાણકારો માં એવી વાત છેકે ભાજપ માં બે જૂથ છે. બન્ને જૂથ પોતપોતાના માનીતા ને બેસાડવા માંગે છે.સંગઠન પ્રમુખ વિક્રમસિંહ ગોહિલે આ બાબતે જણાવ્‍યું હતુંકે આવતીકાલ સાંજે ચાર કલાકે પક્ષ ના જિલ્લા ના મોવડીઓ સેન્‍સ લેવા આવવાના છે. પાર્ટી જે નક્કી કરે તે નિર્ણય સૌને શિરો માન્‍ય રહશે.

બીજી તરફ કોંગ્રેસ પણ સત્તા મેળવવા તલપાપડ છે.કારણકે ચૂંટણી માં કોંગ્રેસ એ ભાજપ ની સત્તા આંચકી બહુમતી મેળવી છે.પણ કોંગ્રેસ માં કહેવાય છેકે અંદરો અંદર પદ મેળવવાનીᅠ હોડ છે. આઠ માંથી ચાર વ્‍યક્‍તિ એકસમયે દાવે દાર હતા.પણ વાંધો એ છેકે સરકારી પ્રતિનિધિ ના મત પર કોંગ્રેસને સત્તા હાંસલ કરવામાટે નો મદાર છે.અથવાતો કોઈને તોડી લાવે કે કોઈને ગેર હાજર રાખે તે માટે મની,મસલ અને માઈન્‍ડᅠનો ભરપૂરᅠ ઉપયોગ કરવામાં આવીᅠ ર્હયાનું અછાનું નથી. સભા ખન્‍ડ માં શુ થાય તેના પર સૌની મિટ છે.

મંગળવારે બપોરે યાર્ડ ના સભાખન્‍ડ માં પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી યોજાશે. મતદાન સમયે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત માંગવામાં આવશે. ઉપર ની સૂચના મુજબ તેમ સેક્રેટરી ભરતભાઇ બારીયા એ જણાવ્‍યું હતું.

તળાજા યાર્ડ ના પ્રમુખ ઉપ પ્રમુખ નો તાજ પહેરવા માટે બળાબળ ના પારખાં છે. ભાજપ તરફ થી રમણાભાઈ અને ભીમભાઈ ના નામ ચાલી રહ્યા છે. કોંગ્રેસ તરફ થી છેલ્લી મળેલી મીટીંગ માં લાખાઆતાનું નામ પ્રમુખ અને હરજીભાઈ નું નામ ઉપ પ્રમુખ તરીકે ફાઇનલ કરવાની વાત બહાર આવી છે. પણ ચૂંટણી થશે તે ગુપ્ત મતદાન થી થશે. એટલે મતદાન સમયે ગુપ્ત રીતે કોણ કોને વફાદાર રહયુ તે જાણી નહિ શકાય. મત પેટી ખુલેᅠ ત્‍યારેજ ખબર પડશે. કોણ બન્‍યુ સભાપતિ.

 

(11:36 am IST)