Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જામનગરના મોટી ભલાસણ ગામેથી પત્તા ટીંચતા ૮ શખ્સો પકડાયા

જામનગર, તા.૧૬: અહીના પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળ ની સુચના તથા એલ.સી.બી. પો. ઇન્સ. આર.એ. ડોડીયા ના માર્ગદર્શન તળે એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે તાલુકાના માોટી ભલસાણ ગામે સુરૂભા હનુભા સોઢાના મકાનમાં રેઇડ કરી રોકડ રૂ. ૬૧,૫૦૦/- ઇકો, બે મોટર સાયકલ મળી કુલ રૂ. ૨,૦૧૫૦૦/- ના મુદ્દામાલ સાથે પત્તા ટીંચતા સુરૂભા અનુભા સોઢા (રહે. મોટી ભલસાણા, તા.જી. જામનગર), અનિલ પરસોતમભાઇ ચોવટીયા (રહે.રહે. રણજીત સાગર રોડ, વૃંદાવન સોસાયટી, જામનગર), દેવેન્દ્રસિંહ ગુણવંતસિંહ જાડેજા ( રહે. જામનગર રામેશ્વર નગર, ક્રિષ્નાપાર્ક, જામનગર), સંજયભાઇ અરશીભાઇ ચોચા આહિર (રહે. મોટી ભલસાણ, તા.જી. જામનગર), બીપીન અરજણભાઇ ભાલોડીયા પટેલ (રહે. લાલપુર ચાર થાંભલા, તા. લાલપુર), ઇંદ્રરીશ હબીબ થયમ સંધી (રહે. છેલાબેડી, તા. કાલાવડ), ભાયા હમીરભાઇ ચોચા આહિર (રહે. મોટી ભલસાણ, તા.જી. જામનગર) અને કેશુભાઇ ગોરધનભાઇ અજુડીયા પટેલ (રહે. પટેલ પાર્ક શેરી નં.૫ જામનગર) ને પકડી પાડયા હતા.

કાર્યવાહીમાં પો.ઇન્સ. આર.એ. ડોડીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. વી.એમ. લગારીયા, વી.વી. વાગડીયા, જયુભા ઝાલા, વસરામભાઇ આહિર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા, દિલીપભાઇ તલાવડીયા, શરદભાઇ પરમાર, પ્રતાપભાઇ ખાચર, મિતેશભાઇ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ, નિર્મળસિંહ એસ. જાડેજા, કમલેશભાઇ રબારી, દિનેશભાઇ ગોહિલ, લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી. જાડેજા અને અરવિંદગર સહિતના જોડાયા હતા. (૧.૯)

(4:33 pm IST)