Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

વેરાવળના વાવડી આદ્રી ગામમાંથી ખૂંખાર દિપડો પાંજરે પૂરાયો

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૬ : વાવડી-આદ્રી ગામે ખેડૂત ભગવાનભાઇ રામભાઇ સોલંકીની વાડીની ઓરડીમાં ખૂંખાર દિપડો ઘૂસ્યો હતો. વાડી માલીકે દીપડાને ઓરડીમાં પૂરી વન વિભાગને જાણ કરી હતી. આ બનાવ સવારના ૧૦-૩૦ કલાકે બની હતી અને વન વિભાગની રેસ્કયુ ટીમ ૧રના અરસામાં પહોંચેલ હતી અને સતત દોઢ કલાકની જહેમત બાદ દીપડાને ટ્રન્ગ્યુલાઇઝથી બેહોંશ કરી પાંજરે પૂરેલ છે. આ ઓપરેશન પુરૂ થતા વાડી માલીકે રાહતનો દમ લીધો હતો.

વન વિભાગના ડોકટરના જણાવ્યા મુજબ આ દિપડો અંદાજે દોઢેક વર્ષની ઉમરનો છે અને નર છે જેને હાલ સારવાર અર્થે એનીમલ કેર અમરાપુર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે.

(11:42 am IST)