Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ઉનામાં જુના મનદુઃખથી ૨ જૂથ વચ્ચે બઘડાટીઃ સામસામી પોલીસ ફરીયાદ

ઉના તા.૧૬: મચ્છી માર્કેટ પાસે કોળી જ્ઞાતિના બે જુથનાં ૧૩ થી ૧૪ લોકોએ જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કરી માર માર્યો હતો.

ખેતમજુરીનો ધંધો કરતાં પંકજભાઇ ભાણજીભાઇ ચોૈહાણ ઉ.વ. ૩૮ રહે. ઉનાવાળા મચ્છી માર્કેટ પાસે શિવપાન નામની દુકાને ઉભા હતા ત્યારે ઉનાનાં અજયભાઇ ભાણાભાઇ બાંભણીયા રહે. ઉના વાળા તથા અન્ય ૧૩ થી ૧૪ લોકોનું ટોળું ગેરકાયદેસર મંડળી રચી અગાઉના મનદુઃખનું વેર રાખી ગાળો આપી ઢીંકા પાટુંનો માર કારી ઇજા કરી નાસી ગયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

સામાવાળા અજયભાઇ ભાણાભાઇ બાંભણીયા રહે. ઉનાવાળાએ પણ ઉનાનાં પંકજભાઇ ભાણજીભાઇ ચોૈહાણ પરેશભાઇ ભાઇજીભાઇ ચોૈહાણ સહિત ૧૪ થી ૧૫ જણાનું ટોળું ગેરકાયદેસર મંડળી રચી અજયભાઇ શિવપાનની દુકાન પાસે મચ્છી માર્કેટ પાસે પસાર થતાં હતા ત્યારે આરોપીનો દારૂ પોલીસમાં અજય બાતમી આપી પકડાવી દેતો હોય તે બાબતે બોલાચાલી કરી ગેરકાયદેસર મંડળી રચી ગાળો આપી ઢીંકા પાટુંનો માર મારી ઇજા કરી નાસી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બન્નેની ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

(11:38 am IST)