Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ઉપલેટામાં જુગાર રમતા ૪ શખ્સો અડધા લાખ સાથે ઝડપાયા

ઉપલેટા તા. ૧૬ :.. જીલ્લા ગ્રામ્ય ઇન્ચાર્જ બલરામ મીણા પોલીસ અધિક્ષક તથા ના. પો. અધિક્ષક શ્રી જેતપુરનાઓએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ, જૂગારની બંદીને સંપૂર્ણ નાબુદ કરવા સુચના આપેલ હોય ઉપલેટા પો. હેડ કોન્સ. રમેશભાઇ બોદર, પો. કોન્સ. જયેશભાઇ દાફડા, કૌશિકભાઇ જોષી, મનોજભાઇ બાયલ નાઇટ પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન મનોજભાઇ બાયલને બાતમી મળતા ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે ઘોડીપાસાનો જૂગાર રમતા હાજી ઇસ્માઇલ જુણેજા રહે. ગોંડલ, યુનુસ ઇલીયાસ માનીયા રહે. રાજકોટ, અનીશ હબીબ બુકેશ રહે. રાજકોટ, ઇમરાન ઇબ્રાહીમ કટારીયા રહે. ઉપલેટા વાળાને જુગાર રમતા રોકડ રૂપિયા પ૧પ૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ચારેય શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.

(11:36 am IST)