Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન : ૭૬૪૧ કુમાર-૭૩૩૪ કન્યા સહિત ૧૪,૯૭૫ બાળકોને પ્રવેશ

વઢવાણ મળી ચોટીલા તાલુકામાં બાળકોને પુસ્તકો-રમકડા ભેટ આપયા

સુરેન્દ્રનગર, તા.૧૬: રાજય સરકાર દ્વારા તા.૧૪ અને ૧૫ જુન એમ બે દિવસ સમગ્ર રાજયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમનો શુભારંભ થયો છે. આ કાર્યક્રમના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

 જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.સી. પટેલે વિગતો આપતા શાળામાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૬૪૧ કુમારો તથા ૭૩૩૪ કન્યાઓ મળી કૂલ ૧૪૯૭૫ બાળકોનું ધોરણ-૧માં નામાંકન થયું છે. જયારે ધોરણ-૯માં ૮૪૯૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જયારે આંગણવાડી/બાલવાડીમાં ૭૮૧૯ ભુલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું. કે, નામાંકન થયેલ કન્યાઓ પૈકી ૨૨૭૫ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા છે. આ પ્રવેશોત્સવને સફળ બનાવવા ૩,૩૩,૬૬૭ રૂપિયાની રોકડ તથા ૨૨,૬૩,૫૮૬ની કિંમતની ચીજ વસ્તુઓનું દાન અને સહકાર પ્રાપ્ત થયેલ છે. સૌથી વધુ નામાંકન સાયલા તાલુકામાં ૨૧૮૧ વિદ્યાર્થીઓનું થયું છે અને ૪૮ કુમાર અને ૨૮ કન્યાઓ મળી કૂલ ૭૬ વિકલાંગોનું નામાંકન કરવામાં આવ્યું છે.

જયારે આઈ.એ.એસ. કક્ષાના સચિવો, પોલીસ અધિકારીઓ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સચિવાલય ગાંધીનગરના વરિષ્ઠ અધિકારીઓ, ધારાસભ્યઓ અને પદાધિકારીઓએ સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાની મુલાકાત લઈ છેક ઉંડાણ વિસ્તારમાં આવેલ અલગ-અલગ દરેક શાળાઓમાં કુમાર તથા કુમારીકાઓનું શાળામાં નામાંકન કર્યું હતું.

આ પ્રસંગે અધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને પદધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અમલમાં મુકયો છે. જેના દ્યણા સારા પરિણામો આવ્યા છે. બાળકોમાં પણ ઉત્સાહ વધી રહયો છે. અને વાલીઓ પણ સજાગ બન્યા છે. તે આનંદની વાત છે.

 શાળા પ્રવેશોત્સવ દરમ્યાન નામાંકન કરાવનાર ભુલકાઓને ભેટ આપવામાં આવી હતી અને ગામના દાતાઓ તેમજ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.

વડોદ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

સુરેન્દ્રનગરઃ- સમગ્ર રાજયમાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વઢવાણ તાલુકાના વડોદ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી આર.ડી. પાંચાણીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.  આ પ્રસંગે શ્રી પાંચાણીએ જણાવ્યું હતું કે સમાજ શિક્ષિત હશે તો સમાજ અને રાજયને વિકાસની દિશા મળશે. શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે રાજય સરકારે શાળામાં તમામ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. તેમણે શાળા પ્રવેશોત્સવના કારણે રાજયની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન થાય તેવા રાજય સરકારનાપ્રયાસો છે.  આ પ્રસંગે તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી એન.એમ. રાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

વડોદ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીમાં ૯ કુમાર અને ૫ કન્યા મળી કુલ-૧૪, પ્રાથમિક વિભાગમાં ૧૩ કુમાર અને ૧૧ કન્યા મળી કુલ ૨૪ વિદ્યાર્થીઓને અને માધ્યમિક વિભાગમાં ૨૧ કુમાર તથા ૨૧ કન્યા મળી કુલ ૪૨ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવવામાં આવેલ હતો.  મહાનુભાવોના હસ્તે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોનો સેટ રમકડાની કીટ આપવામાં આવેલ હતી. ધોરણ-૩ થી ૮ માં પ્રથમ સ્થાને આવેલ વિદ્યાર્થીઓને પુસ્તક આપી સન્માનિત કરાયા હતાં. બેટી બચાવો બેટી પઢાવો અંગે શાળાના વિદ્યાર્થીઓએ વકતવ્યો રજુ કયાં હતાં.

મુળી તથા ચોટીલા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે બીજા દિવસે મુળી તાલુકાના સરલા તથા ચોટીલા તાલુકાના મોટી મોલડી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા.

સરલા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ પ્રસંગે વન વિભાગના સી.સી.એફ.શ્રી એમ.જે. પરમારે જણાવ્યું હતું કે શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે રાજય સરકારે શાળામાં તમામ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. રાજયની શાળાઓમાં ઓરડા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય જેવી તમામ પ્રાથમિક સુવિધા રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલ છે. વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તક,પાઠય પુસ્તકો શિષ્યવૃત્ત્િ। આપી શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય સરકારે શાળામાં તમામ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે.

સરલા ખાતે  શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીમાં કુલ-૩૦, પ્રાથમિક વિભાગમાં કુલ ૪૩ અને માધ્યમિક વિભાગમાં ૮૮ વિદ્યાર્થીઓ જયારે મોટી મોલડી ખાતે પ્રાથમિક શાળામાં ૨૦ કુમાર અને ૧૮ કન્યા મળી કુલ ૩૮ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાયેલ

મહાનુભાવોના હસ્તે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોનો સેટ રમકડાની કીટ આપવામાં આવેલ હતી. ધોરણ-૩ થી ૮ માં પ્રથમ સ્થાને આવેલ વિદ્યાર્થીઓને પુસ્તક આપી સન્માનિત કરાયા હતાં.

(11:32 am IST)