Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સરકારના વિદ્યાલક્ષી અભિગમ સાથે વાલીઓેને જાગૃત થવા કલેકટરનો અનુરોધ

અમરેલીના ધોરડી-મોટા ભંડારીયામાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પ્રવેશ અપાવ્યો

અમરેલી, તા.૧૬: રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે. રાજયની તમામ શાળાઓમાં ધો.૧માં અને આંગણવાડીઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.

જિલ્લા કલેકટરશ્રી આયુષકુમાર ઓકે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકાના થોરડી ખાતે બાળકોને મોં મીઠું કરાવી કીટ આપી હતી. તેમણે ૬ કુમાર અને ૪ કન્યાઓ સહિત કુલ ૧૦ને ધો.૧માં અને ૨ કુમારને આંગણવાડીમાં પ્રવેશ આપ્યો હતો.

શ્રી આયુષકુમારે કહ્યું કે, રાજય સરકાર શિક્ષણલક્ષી અભિગમ ધરાવે છે. રાજય સરકાર શિક્ષણ માટે સકારાત્મક પગલાઓ લઇ રહી છે ત્યારે વાલીઓએ જાગૃત્ત્। બની બાળકોના ઉજ્જવળ ભાવિ માટે શિક્ષણ અપાવવું જોઇએ. તેમણે શાળામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસ ન છોડે તેની કાળજી રાખવા માટે અનુરોધ કર્યો હતો.

કલેકટરશ્રીએ બાળકના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણની ભૂમિકા વિશે, કન્યા કેળવણીનું મહત્વ, શિક્ષણની અનિવાર્યતા વિશે પણ જણાવ્યું હતુ.

શાળાના બાળકોએ અભિનયગીત મનુષ્ય તું બડા મહાન હૈ, દેશભકિત ગીત તથા યોગનિદર્શન રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અમૃતવચન સ્વચ્છતા ત્યાં પ્રભૂતા રજૂ કર્યા હતા. પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનિએ કર્યુ હતુ.

કાર્યક્રમમાં સરપંચશ્રી મનુભાઇ વાળા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિમિષાબેન દવે, સીડીપીઓશ્રી નયનાબેન શેઠ, લાયઝન શ્રી રસિકભાઇ મહેતા, બીઆરસી શ્રી ભાવેશભાઇ પટેલ, વાલી સમિતિના અધ્યક્ષશ્રી શિલ્પાબેન કસવાળા, બીઆરપી શ્રી દમયંતીબેન ભગત, આચાર્યશ્રી મહોનભાઇ ડાભી, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ, વાલીગણ તથા શિક્ષકશ્રીઓ-વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

મોટા ભંડારીયા ખાતે ૧૧ બાળકોને ધો.૧માં અને પાંચ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ

અમરેલીઃ સીડીપીઓશ્રી નયનાબેન શેઠની ઉપસ્થિતિમાં મોટા ભંડારીયા ખાતે કુમાર અને ૭ કન્યા સહિત ૧૧ બાળકોને ધો.૧માં અને બાળકોને તેમણ ૪ કુમાર અને ૧ કન્યા એમ કુલ ૫ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

 નયનાબેન શેઠ અને  રસિકભાઇ મહેતાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શાળાના બાળકોએ અભિનયગીત મનુષ્ય તું બડા મહાન હૈ, દેશભકિત ગીત તથા યોગનિદર્શન રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અમૃતવચન સ્વચ્છતા ત્યાં પ્રભૂતા રજૂ કર્યા હતા. પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનિએ કર્યુ હતુ.

 નયનાબેન શેઠ અને રસિકભાઇ એ પ્રાસંગિક પ્રવચન તેમજ આચાર્યશ્રી મનિષાબેન જોષીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. 

આ પ્રસંગે રસિકભાઇ મહેતા,  ભાવનાબેન અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ, વાલીગણ તથા શિક્ષકશ્રીઓ-વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:30 am IST)