Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ઉપલેટા, રII (અઢી) ઇંચ સાથે મોજ ડેમ, વેણુ ડેમના ૬ પાટીયા ૪ ફૂટ ખોલાયા : નદી વિસ્‍તારમાં અવરજવર પર પ્રતિબંધ લદાયો

ઉપલેટા : છેલ્લા ૩ દિવસથી ફરી પાછો વરસાદી માહોલ બંધાયા બાદ આજે વહેલી સવારે ૬ વાગ્‍યા થી ધીમીધારે વરસાદ શરૂ થયેલ હતો. દિવસ દરમ્‍યાન હળવો ભારે વરસાદ સાથે સાંજના ૬ વાગ્‍યા સુધીમાં ૬૦ મીમી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ ૬૩૦ મીમી નોંધાયેલ છે. તાલકુાના મોજ ડેમ ઉપર દિવસ દરમિયાન ૪૦ મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ  ૭૯પ મીમી નોંધાયેલ છે. જયારે ઉપરાસના ગામડાઓમૌં ભારે વરસાદ હોવાથી ડેમના ૬ પાટીયા ૪ ફૂટ તેમજ વેણુ-ર ડેમ ઉપર ૪પ મીમી નોંધાયા બાદ ડેમના ૬ પાટીયા ૪ ફૂટ ખોલવાની ફરજ પડતા બન્ને નદીઓમાં પુર જેવી સ્‍થિતિ સર્જાઇ હતી. દર વર્ષે ડેમ સાઇટ નીચે આવતા વિસ્‍તારોમાં નહાવા પડેલ લોકો તણાઇ જતા હોવાના બનાવ બનતા રહે છે તેથી નદી વિસ્‍તારમાં અવર જવર ન કરવા માટેની તાકીદ કરાઇ છે. તથા તાલુકાના ભાયાવદર ગામે ૩ર મીમી સાથે મોસમનો કુલ વરસાદ ૧૦પ૬ મીમી નોંધાયેલ છે જયારે તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧ થી ર ઇંચ જેટલો વરસાદ પડેલ હોવાનું જાણવા મળેલ છે.

(11:01 pm IST)