Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જામકંડોરણામાં દોઢ ઇંચ વરસાદ

જામકંડોરણામાં આજે ૩પ મી. મી. વરસાદ નોંધાયો હતો. (તસ્વીર : મનસુખ બાલધા)

જામકંડોરણા તા. ૧૭ :.. જામકંડોરણામાં આજે પણ સવારથી સાંજ સુધી ધીમીધારે અવિરત મેઘસવારી ચાલુ રહી હતી આજે સવારથી સાંજ સુધીમાં જામકંડોરણામાં ૩પ મી. મી. વરસાદ પડયો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ ૭૮૯ મી. મી. થયેલ છે. જામકંડોરણાનો ફોફળ ડેમ હાલમાં બે ફુટ ઓવરફલો થઇ રહયો છે. આ છેલ્લા ચાર દિવસના સતત વરસાદથી જામકંડોરણા પંથકમાં નદી ચેક ડેમો છલકાઇ ગયા હતાં.

(8:30 pm IST)