Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કોડીનાર બાયપાસ નજીક રાખેજ ગામના રાજપૂત યુવાન ની કરાયેલી અતિ ક્રૂર હત્યામાં પ્રેમ પ્રકરણ કારણભૂત.

"મૃતકની પત્ની ના પ્રેમી અને તેના મિત્રએ ઢીમ ઢાળી દીધા હોવાનું પ્રાથમીક તારણ"

કોડીનાર તા.૧૪ : ગઈકાલે સાંજના કોડીનાર વેરાવળ બાયપાસ નજીક આવેલ ભૂતડા દાદાના મંદીર પાછળના ભાગે થી સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામના રાજપૂત કારડીયા યુવકની ક્રૂર હત્યા કરાયેલી લાશ મળી આવ્યાની ઘટનામાં મૃતકની પત્ની નો પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.આ ઘટનાની વિગત મુજબ ગઈકાલે સાંજે કોડીનાર-વેરાવળ બાયપાસ રોડ નજીક સુત્રાપાડા તાલુકના રાખેજ ગામનો યુવક દિગ્વિજયસિંહ નારણભાઈ કાછેલા ની અતિ ક્રૂર હત્યા કરાયેલી લાશ મળી આવતા કોડીનારના પી.આઈ.જી.કે.ભરવાડ સહિતની પોલીસ ટીમે આ મર્ડર કેસમાં તાત્કાલિક સઘન તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં મૃતક ની પત્ની ના પ્રેમીએ તેના મિત્રો સાથે મળીને ખૂન કર્યાનું બહાર આવ્યું છે.આ બનાવ અંગે મૃતક દિગ્વિજયસિંહ નારણભાઇ કાછેલા ના ભાઈ પૃથ્વીરાજે કોડીનાર પોલીસમાં જણાવ્યા મુજબ મૃતક દિગ્વિજયની પત્ની જ્યોતી નું કોડીનાર તાલુકાના વેલણ ગામના પ્રતીક બાબુ વાઘેલા સાથે પ્રેમ સંબધ હોય આ બાબતે વાંધો ચાલતો હતો જેથી પ્રતીક તથા તેના હાર્દિક નામના મિત્રને સમાધાન માટે બોલાવેલા હતા આ દરમિયાન દિગ્વિજયની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસે ઘટનામાં સંડોવાયેલા પ્રતીક થતા હાર્દિક નામના યુવાનોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(6:58 pm IST)