Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ધોરાજીના ઉપલેટા રોડ પર પોરબંદરના યુવાન ડોકટર સો ફૂટ નીચે પાણીમાં ખાબકયા

ધોરાજીઃ ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ રોયલ સ્કૂલ પાસે આવેલ ભાદર નદીના પુલ પરથી પોરબંદરના યુવાન ડોકટર એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરેલ છે તે એમડી માટે વડોદરા ખાતે ભણવા જઈ રહ્યા હતા. પોતાની કાર લઇને એકલા ભાદર નદીના પુલ પાસે બરોબર વચ્ચેથી પુલ તોડીને  નીચે પડતા ધડાકાનો અવાજ થતાં આજુબાજુના લોકોએ ૧૦૮ને જાણ કરેલ હતી. ૧૦૮ને પાયલોટ જગદીશભાઈ ગઢવી અને ડોકટર સુફિયાનભાઈ ઘટના સ્થળે પહોંચેલ.  આ અંગેની જાણ થતા માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, સાગરભાઇ સોલંકી તાત્કાલિક એમ્બ્યુલસ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા  તેમજ દલિત સમાજના અગ્રણી યોગેશભાઈ ભાષા,  કૌશલભાઇ સોલંકી અને આજુબાજુના લોકો સાથે મળીને ઘાયલ યુવાન જય કિરીટભાઈ ભટ્ટ  (પોરબંદર)ને મહામહેનતે બહાર કાઢીને ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ. જાણવા મળતી વિગત મુજબ આ યુવાન ડોકટરને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડી રહ્યા છે.  ઘટનાની જાણ થતાં જેતપુરના ડીવાયએસપી સાગર બાગમાંરે અને ધોરાજીના પી.આઇ. જાડેજા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો (ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(1:44 pm IST)