Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કુતિયાણાના ગોકરણ ગામના યુવાનની હત્યાનો ભેદ ખુલ્યો : સસ્તા સોનાની ડિલ રદ થતા યુવકને જમીનમાં દાટી દીધો

પાંચ લોકોએ પ્લાસવાની સીમમાં તેના બે હાથ બાંધી લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો

 

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગોકરણ ગામના ગુમ યુવાનની જૂનાગઢના પ્લાસવા ગામની સીમમાં જમીનમાંથી દાટેલી હાલતમાં લાશ મળી હતી કુતિયાણા પોલીસ જૂનાગઢ સ્થાનિક પોલીસની મદદ લઇ શકમંદને લઇ સ્થળ પર પહોંચી હતી. પોલીસે શકમંદે ઓળખી બતાવેલી જગ્યા પર કાંટા દૂર કરાવી જમીનમાંથી દાટેલી લાશને બહાર કાઢી હતી

  શકમંદે જણાવ્યુ હતુ કે મૃતક સાથે સસ્તા સોનાની ડીલ થઈ હતી અને તે કેન્સલ થતાં પાંચ લોકોએ મળી પ્લાસવા ગામની સીમમાં તેના બે હાથ બાંધી લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો. મૃતક બેભાન થઈ જતા તેને ત્યાં છોડી દીધો હતો. બાદમાં ખાડો ખોદી ત્યાં દાટી દિધો હતો

(11:55 pm IST)