Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જામનગરમાં પ્રેમ પ્રકરણની ઘટના અખબારમાં પ્રસિદ્ધ કરતા પત્રકાર ઉપર હુમલો કરનાર ર ઝડપાયા

જામનગરઃ તસ્વીરમાં ઇજાગ્રસ્ત પત્રકાર સારવારમાં તથા ઝડપાયેલા આરોપીઓ પોલીસ સાથે નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(૬.૧૬)

જામનગર તા. ૧૩ : દિવ્ય ભાસ્કર અખબારના બ્યુરો ચીફ (પત્રકાર) ઉપર અમુક ઇસમોએ હુમલો કરેલ હોય જે અંગેનો બનાવ બનતા આરોપીને પકડી પાડવા માટે જામનગર પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંધલનાઓએ તેમજ એસ.ઓ.જી.પ્રો.ઇન્સ.કે.એલ.ગાધે તથા પો.સ.ઇ.જ.ેબી.પટેલતેમજ એલ. સી. બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહીલ તેમજ પો.સ.ઇ.શ્રી આર. બી.ગોજીયા, એલ. સી. બી./એસ.ઓ.જી. સ્ટાફને આ ગુન્હાના આરોપીઓ પકડી પાડવા માટે સુચના કરેલ હતી.

આ બાબતે અલગ અલગ બે ટીમો બનાવી આરોપીઓને શોધવા ચક્ર ગતિમાન કરેલ જેમાં આકામના આરોપી શકીલ ઉર્ફે શકીલીયો, યુસુફ કાસમાણીનાએ આજથી આઠેક મહીના પહેલા પોતાની પ્રેમીકા બાબતે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલ જે અંગે સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ થયેલ અને સીટી બી.પો.સ્ટે.માં ધોરણસર નોંધ થયેલ જે અંગેના પ્રેમ પ્રકરણની ખબર છાપામાં આ કામના ફરીયાદી મારફતે છાપવામાં આવેલ જેથી આરોપી શકીલના લગ્ન જીવનમાં ભંગાણ થતા તેની પત્નિએ છુટા છેડા આપી દીધેલ જે વાતની અદાવત રાખીને આ આરોપી શકીલે પોતાના મીત્રો સાથે મળી પોતે રીક્ષા ચલાવતો હોય અને હનુમાન ગેટ પોલીસ ચોકીની પાછળ ઉભો રહી ભાડા કરતો હોય જેથી આ ફરીયાદી નિયમીત ત્યા આવતા હોય એવું ધ્યાન પર હોય જેથી આજરોજ સહ આરોપીઓ સાથે મળી ફરીયાદીનો પીછો કરી ફરીયાદીને માર મારેલ હોય અને ફરાર થઇ ગયેલ હોય જેથી મે પોલીસ અધિક્ષક સા.એ.એસ.ઓ.જી. તથા એલ.સી.બી.ની બે ટીમો બનાવી તાત્કાલીક આરોપીને પકડી પાડવા સુચના કરેલ  જે અંગે ૪ કલાકમાં આરોપી ઝડપી પાડેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. કે.એ.લ.ગાધે તથા એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલ તથા પો.સબ ઇન્સ. આર.બી.ગોજીયા તથા પો.સબ ઇન્સ જે. બી.પટેલ, એસ.ઓ.જી. સ્ટાફના એ. એેસ.આઇ. મહેશભાઇ સવાણી તથા અનિરૂદ્ધસિંહ ઝાલા, હીતેષભાઇ ચાવડા, ઘનશ્યાભાઇ ડેરવાળીયા, દિનેશભાઇ સાગઠીયા, અરજણભાઇ કોડીયાતર, રાયદેભાઇ ગાગીયા તથા પો.કોન્સ. દોલતસિંહ જાડેા, મયુદિનભાઇ સૈયદ સોયબભાઇ મકવા, રમેશભાઇ ચાવડા, રવિભાઇ બુજડ, સંજયભાઇ પરમાર, લાલુભા જાડેજા, ડ્રા.પો.કોન્સ. દયારામભાઇ ત્રીવેદી, સહદેવસિંહ ચૌહાણનાઓએ કરેલ છે.

(1:13 pm IST)