Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કમોસમી વરસાદને કારણે વેરાવળ APMCમાં 2,000 ગુણી મગફળી પલળી જતા નુકસાની

વરસાદ પડતાની સાથે જ યાર્ડમાં ઠેરઠેર મગફળી તરવા લાગી

વેરાવળ : ચોમાસું પાકની નિષ્ફળતાનો માર સહન કરી રહેલા ખેડૂતો અને વેપારીઓને માગશરનું માવઠું પડ્યા માથે પાટું સમાન છે. છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વાર APMCમાં રાખેલી મગફળી પલળી ગઈ છે.

   વેરાવળના કાજલી નજીક આવેલા APMCમાં ખુલ્લામાં પડેલી અને તાડપત્રીમાં ઢાંકેલી આશરે 2,000 બોરી મગફળી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાની જાય તેવી ભીતિ છે. વરસાદ પડતાની સાથે જ યાર્ડમાં ઠેરઠેર મગફળી તરવા લાગી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા

માર્કેટિંગ યાર્ડમાં તાડપત્રી હતી તેમ છતાં વ્યવસ્થાના અભાવે ખેડૂતો અને વેપારીઓને મગફળી પલળી જતા આ નુકસાની કોણ ભરપાઈ કરશે તેવા સવાલો સર્જાઈ રહ્યા છે. યાર્ડના કમ્પાઉન્ડમાં પડેલી મગફળીને વરસાદ વરસતા તાત્કાલિક સ્થળાંતરિત કરવાની ફરજપડી હતી.

(12:18 pm IST)