Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મોરબી માળિયાના પાક વિમો અતિવૃષ્ટિથી નુકસાનીનું વળતર સહિત પ્રશ્નો વિધાનસભામાં બ્રિજેશભાઇએ ઉઠાવ્યો

મોરબી,તા.૧૩: ગુજરાત વિધાનસભામાં જુદા જુદા વિભાગની કામગીરી અને પ્રશ્નોમાં મોરબી-માળિયાને સ્પર્શતા પાકવીમો, ખેડૂતોને અતિવૃષ્ટિથી પાકમાં થયેલ નુકશાનીનું વળતર તેમજ મચ્છુ ૨ સિંચાઈ કેનાલનું લાઈનીંગનું અધૂરું કામ તાકીદે પૂરું કરવા સહિતના પ્રશ્નો ધારાસભ્ય બ્રિજેશભાઇએ ઉઠાવ્યા હતા

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ વધુમાં સૌરાષ્ટ્રના સિંચાઈના ડેમો નર્મદાના નીરથી ભરવાની યોજનામાં મોરબીનો મચ્છુ ૨ ડેમ મધર ડેમ તરીકે જાહેર થયેલો હોય કાયમી ધોરણે આ મચ્છુ ડેમમાં પાણી રહે તેમ કરાવી મોરબી માળિયાના ૫૦ જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈની સવલત આપવાનું આયોજન કરવા તેમજ ઝીકીયારીનો ધોડાધ્રોઈ ડેમ કાયમી ભરવા, ભૂકંપ વખતે અલગ વસવાટ પામેલા મોરબી-માળિયાના ગામો જેવા કે કેશવનગર, ન્યુ નવલખી વગેરે ગામોને સનદ આપવા, મોરબી-માળિયા તાલુકામાં ૬૦ કેવી ના સબ સ્ટેશનો બાબતે તેમજ પીપળીયા ચાર રસ્તાના ઓદ્યોગિક ઝોન વિસ્તારમાં વીજ પુરવઠા અંગે, મોરબી તાલુકામાં બાળકોની આંગણવાડીઓ માટે પાકા મકાનની ૬૫ આંગણવાડી કેન્દ્રોના મકાનો બાંધવા રજુઆતો કરી હતી

મોરબી-માળિયા તાલુકાના ખેડૂતોના પાક વિમાની ચુકવણીના મુદે તાકીદે વીમા કંપનીઓ વીમો ચુકવે, તે માટે તાકીદ કરી હતી ખેડૂતોને પિયત અને બિનપિયત કપાસ, દિવેલા, તલ, મગફળી, બાજરી, એરંડાના પાકવીમાં જે ખેડૂતોએ પ્રીમીયમ ભર્યું હોય તેને તાકીદે પાક વીમાનું ચુકવણું થાય તે જરૂરી છે તેમજ જર્જરિત પાણી પુરવઠાની પાઈપલાઈન, સંપ, ગાળાની તથા પીપળીયા ચાર રસ્તાની ઓવરહેડ ટેંકનું નવીનીકરણ કરવા તેમજ મોરબી તાલુકાના ૫૭ અને માળિયા તાલુકાના ૪૭ ગામોને યોજના હેઠળ પુરતું અને સમયસર પાણી મળી રહે તેવી માંગ કરી હતી.

લોકરક્ષક ભરતીમાં રબારી ભરવાડ સમાજને અન્યાય

 ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) જીલ્લા મોરબીના પ્રમુખ મનસુખભાઈ રબારીની આગેવાની હેઠળ સંસ્થા દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે લોક રક્ષક દળ ભરતી ૨૦૧૮ માં અનુસુચિત જનજાતિ કેટેગરીમાં સૌરાષ્ટ્રના રબારી, ભરવાડ, ચારણ સમાજને અન્યાય થયેલ છે સૌરાષ્ટ્રના રબારી, ચારણ, ભરવાડ અને બરડા નેસમાં વસતા માલધારીઓને અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરીને વિગતદર્શક કાર્ડ આપવામાં આવેલ છે વિદ્યાર્થીઓને લોક રક્ષક દળની પરીક્ષામાં એસટી અનામત કેટેગરીમાં ફોર્મ ભરવામાં આવેલ ત્યારબાદ મેરીટ યાદી જાહેર થતા જેમાં રબારી ચારણ અને ભરવાડ જ્ઞાતિના ૧૦૧ ઉમેદવારોને પસંદગીમાં બાકાત રાખવામાં આવેલ છે

આ ૧૦૧ ઉમેદવારોને ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેંચ દ્વારા આપેલ ચુકાદા અન્વયે આપવામાં આવેલ વિગતદર્શક કાર્ડ આપવામાં આવેલ તે રજુ કરવામાં આવેલ હોવા છતાં તેમજ જાતી પ્રમાણપત્રોની તપાસ કરતી વિશ્લેષણ સમિતિનો આખરી અહેવાલ આવ્યા પહેલા મેરીટ યાદીમાંથી બાકાત રાખવામાં આવેલ છે આથી રબારી, ચારણ, ભરવાડ જાતિના મેરીટમાં આવતા ઉમેદવારોને અન્યાય ના થાય તે માટે યોગ્ય કરી મેરીટ પાત્રતા ધરાવતા ઉમેદવારોને પસંદગી યાદીમાં સમાવેશ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

મહેસુલ કર્મચારીઓની હડતાલથી નાગરિકો પરેશાન

મોરબીના વકીલ ધર્મેન્દ્રભાઇએ બારેજીયાએ મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં મહેસુલ કર્મચારીઓ દ્વારા પોતાની રજૂઆત સંબંધે તા. ૦૯-૧૨ થી અચોક્કસ મુદતની હડતાલ સમગ્ર ગુજરાતમાં જાહેર કરવામાં આવેલ છે જે હાલ પણ ચાલુ છે જેથી નાગરિકોને મહેસુલી કામકાજમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે

આમ જનતાના કામકાજનું નિરાકરણ થતું નથી સામાન્ય નાગરિકો મહેસુલી કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે અને મુશ્કેલીઓમાં વધારો થયો છે જેથી જાગૃત નાગરિક તરીકે આ પત્રથી જાણ કરવાની કે મહેસુલી કર્મચારીઓની હડતાલ ના કારણે અને જાહેર જનતાના કામોનું નિરાકરણ થતું ના હોય જે ધ્યાને લેવા અને આમ જનતાનો તંત્ર તથા સરકાર પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે તેવા હેતુથી તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવી લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માંગ કરી છ

(12:08 pm IST)