Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જૂનાગઢમાં કાલે મંત્રીશ્રી ચાવડાના હસ્તે વિજેતાઓનો સન્માન સમારોહ

જૂનાગઢ,તા.૧૨ ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય અને શહેરનો વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ પ્રવાસન અને મત્સ્યોધોગ મંત્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં તા.૧૪ના રોજ સવારે ૯ કલાકે  કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ હોલ ,જૂનાગઢ ખાતે યોજાશે.

આ તકે મેયર  ધીરૂભાઈ ગોહેલ,ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડયા સહિતના ઉપસ્થિત રહેશે. જેમાં જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડીઓએ ઉપસ્થિત રહેવા જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(12:03 pm IST)