Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ચોટીલા ગૌશાળાને લગ્નમાં આવેલ ઘોરની દોઢ લાખ રકમ અર્પણ

ચોટીલા તા.૧૩ : મૂળ જામનગર જીલ્લાના ધ્રાફા ગામનાં વતની અને હાલ રાજકોટ રહેતા સ્વ દિલીપસિંહ ભીખુભા જાડેજાનાં પરિવાર દ્વારા પ્રસંગોમાં આવતા દ્યોર ની રકમ ને છેલ્લા ૨૫ વર્ષથી અબોલ પશુઓ માટે દાન કરવાની પરંપરા બનાવીને જીવદયા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડવામાં આવે છે.

તાજેતરમાં આ જાડેજા પરિવારનાં રાજકોટ રહેતા ભગીરથસિંહ જાડેજાનાં પુત્ર યશવર્ધનસિંહનાં લગ્ન હતા જે લગ્નપ્રસંગે સામાજીક રીત રસમ મુજબ દ્યોરમાં આવેલ રૂ. ૧.૪૫ લાખ ની રોકડ ચોટીલા ખાતે પોલીસ લાઇન નજીક લુલી લગડી ગાયો માટે ચાલતી રામધણ ગૌ શાળાને નિભાવ ખર્ચ પેટે અર્પણ કરી અબોલ જીવોની સેવા નો લાભ લીધેલ હતો.

આ દાનપ્રથા ને અબોલ જીવો માટે ફાળવવાની પરંપરા ચોટીલા રહેતા અને અબોલ પશુઓની સેવા કરતી રામધણ ગૌ શાળા સાથે સંકળાયેલા સી ડી જાડેજાની ગૌ સેવા ની લાગણીને કારણે બનેલ છે જેઓએ દરેક સમાજમાં ચાલતી દ્યોર પ્રથા સહિતની પરંપરાને સત્કર્મે અનુદાન આપવા અપિલ કરી છે.

(11:59 am IST)