Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સાવરકુંડલા : ઉનાના ર મુસ્લિમ પરિવાર વચ્ચેના વિવાદનો અંત : પીર સૈયદ દાદાબાપુની હાજરીમાં સમાધાન

સાવરકુંડલા તા.૧૩ : આજથી અંદાજે છ થી સાત વર્ષ પહેલા ઉનાના વેપારી આગેવાન ભીસ્તી પરિવાર અને મુસ્લીમ સંધી જાખરા પરિવાર વચ્ચે નજીવી સામાન્ય બોલાચાલી થઇ હતી. આ સામાન્ય ઝગડો ઉગ્ર બનતા ભીસ્તી પરિવારના મોભી ઉસ્માનભાઇ ભીસ્તીનું મરણ થયેલ હતુ. તેથી તે મામલો વધુ ઘેરો બનેલ હતો પરંતુ તે મામલને શાંત પાડી બંને મુસ્લીમ પરિવાર વચ્ચેની દુશ્મનાવટ દૂર કરવા ગામે ગામના મુસ્લીમ અગ્રણીઓ ભારે મહેનત કરતા હતા તે આગેવાનોની મહેનત અને સાદાતોની દુખા જે રંગ લાવી તેથી સાવરકુંડલાના પીર સેૈયદ દાદાબાપુ કાદરી ઉનાવાળા સૈયદ પીરબાપુ પીર મુનીરબાપુ અમરેલીના પીર સૈયદ જીંગાબાપુ કોડીનાર સાદાત જેતપુરના સાદાત કાળુબાપુ રાજુલા તેમજ અન્ય સાદાતોની હાજરીમાં આ મુસ્લીમ ભીસ્તી અને મુસ્લીમ સંઘી જાખરા આ બંને મુસ્લીમ પરિવાર વચ્ચેનો વિવાદનો અંત લાવી સમાધાન થયેલ હતુ.

આ બંને પરિવારનું સમાધાન ઉના તાલુકાના નાબીયા માંડવી ગામે રાખવામાં આવેલ હતુ. તે સમાધાનનો દિવસ ગીર સોમનાથ જીલ્લાના મુસ્લીમો માટે ઇતિહાસિક દિવસ કહેવામાં આવેલ હતો.

આ પ્રસંગે દાદાબાપુએ જણાવેલ હતુ કે આજે આપણા બધા સારી નિયતથી આવ્યા છીએ અને ભેગા થયા છીએ. હમીરા આકા (સ.અ.વ)મે તેમના દુશ્મનો સામે બદલો નહતો લીધો પરંતુ તેમને માફ કરી દીધુ તું તે અમારા આકાની સુન્નત પર અમલ કરીશુ. ભીસ્તી પરિવાર મોટુ મન રાખી સુન્નત અકા હુઝુરે પાકથી સુન્નત દોહરાવાની છે. અદા કરી છે અને સન્નત દોહરાવી છે. સૈતાન આપણે બહેકાવાનું કામ કરે છે તો આપણે શું કરાઇ ગુસ્સો પી જવાય. ગુસ્સો પીઇ જાય તે ઇસ્લામમાં પહેલવાન કહેવાય છે. એટલે ભીસ્તી પરિવારે ગુસ્સો પી જઇ માફ કર્યુ છે તે ભીસ્તી પરિવારને અલ્લાહ ખૂબ જ સારો બદલો આપે. દાદા બાપુએ કહેલ કે હાજી ઉસ્માનભાઇ ભીસ્તી પ્રત્યે મને ખૂબ જ લાગણી હતી જે દિન દુખીયા ભુખ્યા દુખીયાનો હોકારો હતો નેક કામ રહેતો હતો તે શહાદતની મોત મળી છે. મોઢામા  રોઝુ હતુ. આ રીતે દાદાબાપુએ ઘણી બધી શરીયતની વાતો કરી હતી. આ તકે હાજી ઉસ્માનભાઇ ભીસ્તીના દિકરા ઇકબાલભાઇ ભીસ્તીએ દાદાબાપુ પીરબાપુ નિવાનનુ માન રાખી પોતાએ પ્રવચનમાં સામાપક્ષને માફ કરી દેવાની વાત કરતા હજારો મુસ્લીમ અગ્રણીઓની આંખો ભીની થઇ ગઇ હતી અને નજારાએ વાતાવરણ ખુશી સાથે ગમગીન બની ગયુ હતુ.

આ ઐતિહાસિક પ્રસંગમાં સાદાતે કીરામ ઉલમાએ કીરામ તેમજ ઉના, ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર, જૂનાગઢ,  પોરબંદર, જેતપુર, ગોંડલ, રાજકોટ, જામનગર, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, મહુવા, તળાજા, ભાવનગર, આસરાણા, વિજપડી, બગોયા વગેરે સૌરાષ્ટ્રભરના મુસ્લીમ અગ્રણીઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. આ સમાધાનના નેક કામને સફળ બનાવવા નાળીયા માંડવીવાળા ગુલાબબાપુનું પરિવાર સહિતના ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન હાફીઝ સાદિક સાહેબે કર્યુ હતુ અને અંતમાં ઉનાવાળા પીરબાપુએ દુઆ કરી હતી.

(11:57 am IST)