Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ભાણવડ તાલુકામાં પૂનમબેન માડમના હસ્તે વિવિધ રસ્તા કામોના ખાતમુહુર્ત

ભાણવડ તા.૧૩ : તાલુકાના વિવિધ રસ્તાના કામોનુ ખાતમુહુર્ત સાંસદ પુનમબેન માડમના હસ્તે કરેલ હતુ. જોજરીનેશ ટુ એમડીઆર (નોનપ્લાન) ૦૦ થી ર.૦૦તથા ગડુ, પારાવાડા રોડ સહિત પોરબંદર જીલ્લા અને દેવભૂમી દ્વારકાના છેવાડાના ગામોને નવા રસ્તાનો લાભ મળશે તેમજ સોરઠીયા રબારી સમાજના આસ્થાના પ્રતિક સમા જોજરી માતાના મઢનો રસ્તો ડામર થતા શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

પૂર્વ મંત્રી મુળુભાઇ બેરા, પૂર્વ જી.પં. પ્રમુખ પાલાભાઇ કરમુર, જી.પં. સદસ્ય વી.ડી.મોરી, દેવશીભાઇ કરમુર, પૂર્વ તા.પં. પ્રમુખ સાજણભાઇ રાવલીયા, ખીમભાઇ જોગલ, ગોવિંદભાઇ કનારા, મોહનભાઇ ગોરફાડ, રબારી સમાજના ભુવા આતા ગોવાભાઇ કનારા, હમીરભાઇ કનારા, કરણાભાઇ વાઢીયા, અમરાભાઇ પૂર્વ શહેર ભાજપ મંત્રી રવિભાઇ પરમાર, સવદાસભાઇ ગોજીયા, રામભાઇ ભેટારીયા, અલ્પેશ પાથર સહિત સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

સાંસદ પૂનમબેન માડમે જણાવેલ કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના ગામ સુધી લોકોને પાયાની સુવિધા મળે તેવા શુભ આશયથી ભાણવડ તાલુકામાં આજે રૂ. ૨૦૫ લાખના અંદાજીત કામોનુ ખાતમુહુર્ત કરેલ છે.

(11:56 am IST)