Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વાંકાનેરની ૬૦ બેડની સરકારી હોસ્પિટલમાં માત્ર ૨ એમબીબીએસ ડોકટરો : અન્ય નિષ્ણાંતો ડોકટરો નથી

ઓપરેશનના અદ્યતન સાધનો : ડોકટરોની ખાલી જગ્યાને લીધે દર્દીઓને પ્રાથમિક સારવાર આપી અન્ય હોસ્પિટલે ખસેડાય છે

વાંકાનેર તા.૧૩ : શહેર તેમજ તાલુકા લેવલે એક જ સરકારી હોસ્પિટલ આવેલ છે. પરંતુ આ હોસ્પિટલમાં હાલ કોઇ જરૂરી સારવાર સુવિધા ઉપલબ્ધ નથી. વાંકાનેર શહેરના તેમજ તાલુકાભરમાંથી દરરોજ અસંખ્ય દર્દીઓ અહીયા ટ્રીટમેન્ટ સારવાર માટે આવે છે.

વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં માત્ર ૬૦ વ્યકિતઓ દાખલ થાય તેવી સુવિધા છે ૬૦ બેડની વ્યવસ્થા છે તેમજ કોઇ ડીલેવરી કેશ આવે તો નોર્મલ ડીલેવરી થાય એમ હોય તો જ એડમીટ થાય જે સીજરીયન કરી ડીલેવરી કરવી પડે તો આવડી મોટી હોસ્પિટલમાં સુવિધા હાલમાં નથી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવુ પડે છે જયારે ગરીબ માણસની શુ પોઝીશન થાય ? કોઇ ગાયનેક ડોકટર નથી આવતા. હાલમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ૧) ગાયનેક ડોકટર (ર) એમડી ડોકટર (૩) એમ.એસ ડોકટર (૪) સર્જન ડોકટર આ ચાર જગ્યા ખાલી છે જે ભરવાની ખાસ જરૂર છે.

હોસ્પિટલમાં માત્ર બે જ એમબીબીએસ ડોકટર પર આટલી મોટી હોસ્પિટલ ચાલે છે. જેન્તીભાઇના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ઓપરેશનના સાધનો પણ છે ગાયનેક ડોકટર એમડી અને નાક કાન ગળાના ડોકટર, ચામડીના ડોકટર, હૃદયના ડોકટર હાલમાં નથી.

છેલ્લા ૪ મહિનાથી કોઇ ડોકટરની નિમણુંક કરાઇ નથી. ચામડીના કે નાક ગળાના કે આંખના કોઇ ડોકટર આવતા નથી બાળકના ડોકટર દરરોજ સવાર ૮ થી ૧૨ નીખીલ શેઠ આવે છે તેમજ ઓર્થોપેડીકના વાંકાનેર પ્રાઇવેટ હોસ્પિટલના ડો.જીજ્ઞેશ દેલવાડીયા સવારે ૮ થી ૧૦ આવે છે. માત્ર પ્રાથમિક સારવાર કરે છે ઓપરેશનની જરૂર હોય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવુ પડે છે તેવી સ્થિતિ છે. સરકારી હોસ્પિટલમાં સુવિધા વધારવા લોકમાંગણી ઉઠી છે.

(11:55 am IST)