Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત કચ્છમાં ૩૪ માધ્યમિક શાળાઓને મંજુરી

ભુજ,તા.૧૩: રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અંતર્ગત કચ્છમાં ૨૪ નવી માધ્યમિક શાળાઓની સાથે રાજય સરકાર દ્વારા પણ ૧૦ નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરાતાં કચ્છ જિલ્લામાં કૂલ ૩૪ માધ્યમિક શાળાઓને મંજૂરી મળી ગઇ છે, તેમ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના કાર્યાલય દ્વારા પ્રાપ્ત વિગતોમાં જણાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં નેતૃત્વ હેઠળની ગતિશીલ અને પારદર્શક સરકાર રાજયના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે, અને તેથી રાજય વિવિધ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. રાજયમાં શિક્ષણના વિકાસને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે ત્યારે કચ્છમાં રાજય સરકાર દ્રારા મંજુર કરવામાં આવેલ દસ માધ્યમિક શાળાઓમાં ભડલી, મા.શાળા,તા.નખત્રાણા, ફુલાય, મા.શાળા,તા.નખત્રાણા, સુખપર, મા.શાળા,તા.ભુજ,મીરઝાપર, મા.શાળા, તા.ભુજ,ભુજોડી, મા.શાળા, તા.ભુજ, વરલી, મા. શાળા, તા. ભુજ, ગડવાળા, મા.શાળા, તા.અબડાસા,મેદ્યપર(બો),મા.શાળા, તા.અંજાર, આંબાપર,  મા.શાળા, તા.અંજાર અને માય, મા.શાળા,તા. ભચાઉનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભારત સરકાર દ્રારા મંજુર કરવામાં આવેલ ૨૪ માધ્યમિક શાળાઓમાં અમર વાંઢ, પ્રા.શાળા,તા.અબડાસા, કેર વાંઢ, પ્રા.શાળા,તા.અબડાસા, લાખાપર, પ્રા.શાળા,તા.અંજાર, ઝીકડી, પ્રા.શાળા, તા.ભુજ, ભગાડીયો, પ્રા.શાળા,તા.ભુજ, મખણા, પ્રા.શાળા, તા.ભુજ, મીઠડી, પ્રા.શાળા,તા.ભુજ,  ગજોડ, પ્રા.શાળા,તા.ભુજ,  નાડાપા, પ્રા.શાળા, તા.ભુજ, બેખડા, પ્રા.શાળા, તા.લખપત,  હમલા, પ્રા.શાળા,તા.માંડવી, પુનડી, પ્રા.શાળા, તા.માંડવી, સામભરાઇ, પ્રા.શાળા,તા.માંડવી, મુરૂ,પ્રા.શાળા,તા.નખત્રાણા, ઉખરડા, પ્રા.શાળા,તા.નખત્રાણા, વડવા કાયા, પ્રા.શાળા, તા.નખત્રાણા, અમરા, પ્રા.શાળા,તા.નખત્રાણા,  લૈયારી, પ્રા.શાળા, તા.નખત્રાણા, કંથકોટ, પ્રા.શાળા,તા.ભચાઉ, લુણવા, પ્રા.શાળા,તા.ભચાઉ, શિકારપુર, પ્રા.શાળા, તા. ભચાઉ, આમલીયારા, પ્રા.શાળા, તા.ભચાઉ, કકરવા,પ્રા.શાળા, તા.ભચાઉ, અને લુણી, પ્રા.શાળા, તા.મુંદરાનો સમાવેશ થાય છે.

કચ્છ જિલ્લામાં શાળાઓ મંજૂર કરવા રાજયમંત્રી વાસણભાઇ આહિર, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લાના ધારાસભ્યો શ્રીમતી નિમાબેન આચાર્ય, શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને  વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ જિલ્લા સંગઠનના પ્રમુખ  કેશુભાઇ પટેલ અને સંગઠનના અન્ય પદાધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભારપૂર્વક રજુઆતો કરી હતી, જે ગ્રાહય રાખીને સરકારે આ શાળાઓને મંજૂરી આપી છે.

(11:51 am IST)