Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગોંડલ પ્રાંત અધિકારી તરીકે રાજેશ આલની નિમણુંક

રાજકોટ તા. ૧૩: મુળ સુરેન્દ્રનગરના વતની રાજેશ જી. આલની ગોંડલના પ્રાંત અધિકારી તરીકે નિમણુંક થઇ છે. તેઓ અગાઉ ઇલેકશન વખતે અમરેલીમાં ડે. કલેકટર તરીકે પ્રશંસનીય ફરજ બજાવી ચુકયા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ ચૂંટણી વખતે મામલતદાર, કોટડા સાંગાણી મામલતદાર, , લોધીકા મામલતદાર તરીકે તેમજ જુનાગઢ ડે. કલેકટર તરીકે ખુબ સારી કામગીરી કરી હતી. આ ઉપરાંત શાપર વેરાવળમાં સરકારી જયાઓના દબાણ દૂર કરવાની કામગીરી પણ કરી હતી. આ કામગીરીની પ્રશંસા સરકારમાં ઉચ્ચ લેવલ સુધી થઇ હતી. આઇએએસ, આઇપીએસ, જીપીએસ લોબીમાં બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં શ્રી આલને ગોંડલ મુકવામાં આવતાં મિત્રો-શુભેચ્છકો તરફથી (મો.૯૯૨૫૦ ૩૬૦૩૩) શુભકામના મળી રહી છે.

(11:45 am IST)