Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મોરબી નજીક ડમ્પર પાછળ ટેન્કર ઘૂસી જતા ડ્રાઇવર - કલીનરના મોત

મોરબી તા. ૧૩ : મોરબીના રવિરાજ ચોકડી નજીકથી પસાર થતું ટેન્કર આગળ જતા ડમ્પર પાછળ ઘુસી ગયું હતું જે અકસ્માતમાં ટેન્કરના ડ્રાઈવર અને કલીનરના ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા.

મોરબીના મકનસર પાંજરાપોળ પાસે રહેતા રૂપસિંગ કરણસિંગ દાવર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટેન્કર જીજે ૧૨ બીએકસ ૬૨૨૪ ના ચાલકે ટેન્કર પુરઝડપે ચલાવી રવિરાજ ચોકડી નજીક રૂપસિંગના ડમ્પર જીજે ૩૬ ટી ૮૩૧૪ પાછળ ભટકાડી અકસ્માત સજર્યો હતો જે અકસ્માતમાં ટેન્કર ચાલક પ્રભુરામ વાગતારામ જાટ (ઉ.વ.૨૫) રહે બાડમેર રાજસ્થાન અને કલીનર હનુમાનરામ મોતીરામ જાટને ગંભીર ઈજા થતા મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ અંગે નોંધ કરી તપાસ ચલાવી છે.

પોઝિટિવ હોવા છતાં કાર લઇને ફરવા નીકળેલો ઇસમ ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસના કીશોરભાઈ મિયાત્રાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સંદીપ રમેશ કાલરીયા (ઉ.વ.૩૨) રહે નવા જાંબુડિયા જાપા પાસે તા. મોરબી વાળો કોરોના પોઝીટીવ હોવા છતાં પોતાની કાર જીજે ૩૬ એફ ૮૭૪૦ લઈને નીકળ્યો હોય આરોપીએ કોરોના સંક્રમણ ફેલાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કરી કલેકટરના જાહેરનામાં ભંગ નો ગુન્હો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે આરોપી સામે જાહેરનામાં ભંગ ઉપરાંત એપીડેમીક એકટ કલમ ૩ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માળિયાના વાડા વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

માળિયાના વાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોય જે બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા હાજી અબ્દુલ જામ (ઉ.વ.૭૦) રહે માળિયા વાડા વિસ્તાર, રસુલ વાલીમામદ માણેક (ઉ.વ.૪૦) રહે માળિયા વાડા વિસ્તાર અને રહીમ ગગાભાઈ જેડા રહે માળિયા વાડા વિસ્તાર એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૮૩૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રંગપર ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન મોરબીના રંગપર ગામની સીમમાંથી પસાર થતી રીક્ષા જીજે ૩૬ યુ ૪૦૨૧ માંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ કીમત રૂ ૭૫૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા સહીત રૂ ૭૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી નીલેશ કનુભાઈ કોળી અને કરન લાલુભાઈ કોળી રહે બંને ખાખરેચી તા. માળિયા વાળા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:51 pm IST)
  • ચૈત્રી નોરતાની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન શ્રી મોદીએ આજથી 9 દિવસના ઉપવાસ શરૂ કર્યા : આ અગાઉ 2014 ની સાલમાં અમેરિકા ગયા હતા ત્યારે પણ નવરાત્રી હોવાથી ઉપવાસ કર્યા હતા : આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે ઉપવાસ ચાલુ : શક્તિના ઉપાસક શ્રી નરેન્દ્રભાઈ છેલ્લા 40 વર્ષથી બંને નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે access_time 12:43 pm IST

  • ડાકોર મંદિર આવતીકાલથી બંધ : ડાકોર ટેમ્‍પલ કમીટીએ એક ઠરાવ કરી આવતીકાલથી અચોક્કસ મુદત સુધી ડાકોર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયા છે access_time 1:10 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST