Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ભાવનગરમાં ૨૪ કલાકમાં રેકર્ડ બ્રેક ૧૧૦ કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૭,૯૧૯ કેસો પૈકી ૮૪૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારાા ભાવનગર તા.૧૩ : ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૯૧૯ થવા પામી છે.

જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૦ પુરૂષ અને ૩૧  સ્ત્રી મળી કુલ ૭૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના કોળિયાક ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં શાહપુર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૨, વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં વેળાવદર ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, ઘોઘા તાલુકાના મોરચંદ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૩, ઘોઘા તાલુકાના વાણુકડ(ઘો) ગામ ખાતે ૨, સિહોર તાલુકાના રામધરી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરી(ગો) ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨, ઉમરાળા તાલુકાનાં ધારૂકા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નાની જાગધાર ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના તગડી ગામ ખાતે ૧, જેસર તાલુકાના વીરડી ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૨, ગારીયાધાર તાલુકાના માંડવી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૩, પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કરલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ઠાડચ ગામ ખાતે ૧ તેમજ મહુવા તાલુકાના રાજાવદર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

(11:35 am IST)