Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

દેશી માટીના માટલા

ગોંડલ : ઉનાળો નજીક આવતા કુદરતી ઠંડક આપતા માટલા અચુક યાદ આવે છે. માટલાની ગુણવતા ચકાસવા માટે ઉંધી આંગળીઓથી ટકોરા મારી માટલુ બોદુ છે કે પાકુ તે નક્કી થાય છે. પહેલાના જમાનામાં પાંચ રૂપિયે મળતુ માટલુ મોંઘવારીની અસરથી બસોમાં મળે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:34 am IST)
  • અમદાવાદ સોની મહાજન વેપારીઓ બંધ પાળશે : અમદાવાદ સોની મહાજન વેપારીઓએ ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ સ્‍વયંભુ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે : સોની મહાજન કારોબારીમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો access_time 1:10 pm IST

  • અમેરિકાનું ઐતિહાસિક પગલું : 11 સપ્ટેમ્બર સુધીમાં કોઈપણ શરતો વિના અફઘાનિસ્તાનથી તમામ યુએસ સૈનિકો પરત ખેંચવાનું જાહેર કરતા રાષ્ટ્રપતિ જો બાયડન : અમેરિકાએ, સૈનિકોને પરત લાવવા દરમ્યાન કોઈપણ હુમલા અંગે આતંકી તાલિબાનને 'ભયાનક પ્રતિસાદ' આપવાની ચેતવણી આપી : સૈનિકોને અફઘાનિસ્તાનથી અમેરિકા પરત લાવવા બાબતે બુધવારે રાષ્ટ્રપતિ બાયડન સંબોધન કરશે તેમ વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ જણાવ્યું છે. access_time 11:18 pm IST

  • સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર હિતેન્દ્ર સુથારનું કોરોનાથી નિધન : સુરત મહાનગરપાલિકાના કર્મચારીનું પણ કોરોનાને કારણે મોત થયાના સમાચાર મળ્યાં છે. મનપા કર્મચારી હિતેન્દ્ર સુથાર જેઓ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા તેમનું પણ આજે નિધન થયું હતું. સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તે પરિસ્થિતિની સાબિતી આ સમાચાર આપી રહ્યાં છે. access_time 1:40 pm IST