Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જુનાગઢના ર બુટલેગર અને ૧ માથાભારે સહિત ૩ શખ્સો પાસા હેઠળ જેલહવાલે

 જુનાગઢ, તા. ૧ર : જુનાગઢના ર પ્રોહી. બુટલેગર અને એક માથાભારે સહિત ૩ શખ્સોને પાસા હેઠળ પોલીસે ધરપકડ કરીને જેલહવાલે કરેલ છે. જુનાગઢ રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભસિંઘ અને પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એસ.જી. ત્રિવેદી તથા શ્રી પોલીસ અધિક્ષક સોરભસિંહની સુચના તેમજ ના.પો.અધિ. પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ આગામી આવતી ચૂંટણીની કામગીરી શાંતિ પૂર્ણ થાય અને શાંતિથી લોકો મતદાન કરી શકે તે માટે વારંવાર ગુન્હાઓ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના થયેલ હોય જે અનવયે જુનાગઢ તાલુકા પો.સ્ટે.ની હદ વિસ્તારના ડેરવાણ ગામે રહેતા માથાભારે ઇસમ જશુભાઇ ગંભીરભાઇ ભાટી દરબાર ઉ.વ.ર૮ રહે. ડેરવાણ વાળા વિરૂદ્ધ તેઓએ કરેલ ગુન્હાઓની યાદી તૈયાર કરી આ કામે જુનાગઢ તાલુકા પો.સ્ટે. દ્વારા મજકુર વિરૂદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી શ્રી પોલીસ અધિક્ષક જૂનાગઢ મારફતે મોકલતા શ્રી જીલ્લા મેજી. જુનાગઢનાઓએ દરખાસ્ત વેરીફાય કરી ગે.કા. પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત પાસા વોરંટ ઇસ્યુ કરેલ જે વોરંટ આધારે મજકૂરને ગણતરીની કલાકોમાં પકડી પાડી વોરંટની અમલવારી કરી મજકુરને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે.

આ કામગીરી શ્રી સાગર બાગમાર એ.એસ.પી, બી.એમ. વાઘમસી, પો.સબ ઇન્સ., તથા એ.એસ.આઇ. નારણભાઇ, હેડ કોન્સ. એન.વી. રામ, કે.ડી. રાઠોડ, પો.કોન્સ. સંજયસિંહ પથુભા, જેતાભાઇ દિવરાણીયા, રવીરાજસિંહ વાળાનાઓએ કરેલ છે.

પ્રોહી બુટલેગર સુરેશ પ્રકાશભાઇ સોંદરવા જાતે અનુજાતિ ઉ.વ.ર૮ ધંધો મજૂરી રહે. જુનાગઢ બીલખા રોડ હુડકો પોલીસ લાઇન પાઠક નગર વાળા વિરૂદ્ધ જુનાગઢ સી-ડીવી. પો.સ્ટે.ગુ.ર.નં. થડ ર૭/ર૦૧૯ પ્રોહી કલમ ૬પ ઇ ૮૧ના કામે પકડાયેલ મુદામાલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બીયરની ટીન મળી કુલ બોટલ નંગ-૩૦પ કિ.રૂ. ૪પ૬૮૦નો મુદામાલ મળી આવેલ અને આરોપી જ તે વખતે નાસતો-ફરતો હોય જ તા. ૧૧ના કલાક ૧૪/૪પ વાગ્યે અટક કરવામાં આવેલ.

દરમ્યાન પાસા કરી શ્રી પોલીસ અધિક્ષક મારફત જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢ દ્વારા આવી ગે.કા. પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત પાસા વોરંટ ઇન્યુ કરવા પ્રોહી બુટલેગર સુરેશ પ્રકાશભાઇ સોંદરવા જાતે અનુજાતિ ઉ.વ. ર૮ ધંધો મજુરી રહે. જુનાગઢ બીલખા રોડ હુડકો પોલીસ લાઇન પાઠક નગરવાળાની ગણતરીના કલાકોમાં અટકાયતી કરી સેન્ટ્રલ જલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

આ કામગીરી આર.એમ. ચૌહાણ પોલીસ સબ ઇન્સ. તથા એ.એસ.આઇ. જી.આર. સોંદરવા તથા પો.હેડ કોન્સ. ક.ક. રાઠોડ તથા એનએચ હડીયા તથા પો. કોન્સ. ભગવાનજીભાઇ વાઢીયા તથા મોહસીન અબડા, પ્રવિણભાઇ કાનાભાઇ , કૈલાશભાઇ જોગીયા, રવિન્દ્રભાઇ વાંકનાઓએ કરેલ છે.

જુનાગઢ એ ડીવીઝન પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર શ્રી સૌરભ પારધી સાહેબ તરફ પો.આધિ. સા.શ્રી મારફતે મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જુનાગઢ દ્વારા આવી ગે.કા. પ્રવૃતી ગંભીરતા સમજી ત્વરીત પાસા વોરંટ ઇસ્યુ કરતા જુનાગઢ જીલ્લાના વધુ એક પ્રોહી. બુટલેગર અશ્વીનભાઇ રવજીભાઇ પરમાર (ઉ.વ.૩પ) રહે. જુનાગઢ કામદાર સોસાયટી વિરૂધ્ધ તા.૧૦-૪-૧૯ના રોજ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું.

જે પ્રોહી. બુટલેગર અશ્વીન રવજીભાઇ પરમાર (ઉ.વ.૩પ) રહે. જુનાગઢ કામદાર સોસાયટી વાળાનું પાસા વોરંટ બજવણી અર્થે એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મળતા એ ડીવી.પો.સ્ટે.ના. પો.ઇન્સ.શ્રી એમ.એ.વાળા તથા એ.એસ.આઇ. વી.આર.કોદાવાલા તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ અમરાભાઇ તથા પો.કોન્સ. સુભાષભાઇ ધીરૂભાઇ તથા ભરતભાઇ આણંદભાઇ તથા અનકભાઇ ભીખુભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા વિકાસભાઇ દિનેશભાઇનાઓએ મજકુર અટકાયતીને તા.૧૧-૪-૧૯ના રોજ ક.૧૩ વાગ્યે સદરહું હુકમની બજવણી કરી મજકુર ઇસમને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરીથી જીલ્લાના પ્રોહી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયેલ અને આ પ્રકારની કામગીરી આમ જનતામાટે સરાહનીય છે.

(4:28 pm IST)