Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પતિ દારૂ પીને ઝઘડો કરતો હોઇ ભાવનગરમાં પત્નીનો આપઘાત

ભાવનગર તા.૧૨: ભાવનગરમાં પતિ દારૂ પીતો હોય આ બાબતે ઝઘડો થતાં પત્નીએ કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

વિગતો મુજબ શહેરનાં ઘોઘારોડ વિસ્તારમાં ૧૪ નાળા પાસે રહેતી નીતાબેન મહેશભાઇ બારૈયા (ઉ.વ.૩૦)નાં પતિ મહેશભાઇ બારૈયાને નશો કરવાની આદત હોય આ બાબતે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો આથી કંટાળી જઇ નીતાબેને તેનાં ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

વિપ્ર યુવાનનો આપઘાત

સીદસર રોડ ઉપર આવેલ શ્રેયા રેસીડેન્સીમાં રહેતા હેમાંગભાઇ રમેશભાઇ રાજ્યગુરૂ ઉ.વ.૩૩ નામનાં વિપ્ર યુવાને તેનાં ઘેર કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો

(12:20 pm IST)