Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ભાવનગર ઘરેણા ઉજળા કરી આપવાના બહાને બે શખ્સો મહિલાના સોનાના ઘરેણા ઉઠાવી ફરાર

ભાવનગર તા. ૧ર : ભાવનગરના અનંતવાડી વિસ્તારમાં રહેતા રોહિણીબેનના ઘરે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને સોનાના ઘરેણા ઉજળા કરી આપવાના બહાને રોહિણીબેનને વાતોમાં ભોળવી તેમની નજર ચુંકવી સોનાની બે બંગડી અને એક માળા સેરવી લઇને ફરાર થઇ ગયા હતા.

આ બનાવ અંગેહરેશભાઇ ડોડીયાએ માહિતી આપી હતી. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છ.ે

ભાવનગરમાં મહિલાઓને ભોળવી ઘરેણા ઉઠાંતરી કરનાર શખ્સ સક્રિય થયા હોય, મહિલાઓએ સાવચેત રહેવા અનુરોધ કરાયો છ.ે

(12:17 pm IST)