Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ગોંડલ નજીક બે સ્થળેથી તસ્કરો ર૭,પ૦૦ નો કોપર કેબલ ચોરી ગયા

રાજકોટ તા.૧ર : ગોંડલ નજીક ધાંધેશ્વર મંદિરની બાજુમાં ભાદર નદીના પટ્ટમાં આવેલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની બે મીટરના કોપર કેબલ તથા ખોડલધામ ટ્રસ્ટની બે મોટરના કોપરના કેબલ કિ. ર૭,પ૦૦ કો અજાણ્યા શખ્સે ચોરી કરી ગયાની અનિલ મકવાણાએ ફરીયાદ કરતા ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિલાને મારમાર્યો

ગોંડલમાં પાંજરાપોળ પાસે લક્ષ્મીબેન જગદીશભાઇ રાઠોડ રે. રામોદને શ્યામ મનનભાઇ સોંદરવા, હંસાબેન મગનભાઇ સોંદરવા તથા યશ વાલ્મીકી રે. ત્રણેય ભગવતપરા ગોંડલ અને ભીમા જેઠા સોલંકી રે. મજુરડાએ પાઇપ -લાકડીથી માર મરી ઇજા કર્યાની ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ થઇ છ.ે

વરલી આંકડા લેતા અસ્લમ ખાટકી પકડાયો

ગોંડલના ભગવતપરામાં રૂરલ ક્રાઇમ બાંચના  રવિ દેવ બારડ, જયેન્દ્રસિંહ તથા પરાક્રમસિંહ સહિતને સ્ટાફે રેઇડ કરી વરલીના આંકડા લેતા અસ્લમ અબુભાઇ કટારીયા રે. ભાગવતપરાને રોકડ રૂ. ૧૧૪૦૦ અને વરલીના સાહિત્ય સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(12:07 pm IST)