Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પાટડી તાલુકાના વડગામ-વિસાવડી પાસે અજગર દેખાતા મજુરો ગભરાયા

જો કે સમયસુચકતા વાપરી અજગરો પકડી લેવાયા

વઢવાણ તા.૧૨: પાટડી તાલુકાના વડગામ વિસાવડી પાસેથી પસાર થતી મિઠાઘોડા ડીસ્ટ્રીબ્યુટી કેનાલનું હાલમાં રિપેરીંગ કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે આ કેનાલમાં આજુબાજુના ખેતરોમાં મજુરો કામ કરી રહ્યા હતા. ત્યાર કેનાલના પ્રથમવાર પાણી છોડવામાં આવતા તેપાણી સાથોસાથ આ પાણીમાં બે થી ત્રણ જેટલા અજગરો આવી ગયા હતા.

આ અજગરો પાણીમાં જોતાની સાથે જ મજુરો મુંજાઇ ગયા હતા. ત્યારે આ ગામના સાપ અજગર જેવા ઝેરી જનાવર પકડતા લોકોને જાણ કરાતા દોડી આવી અને વિશાળકાય અજગરો પકડી પાડી અને દૂરની જાડી વિસ્તારમાં છોડી દેવાતા મજુરો એ હાસકારો અનુભવ્યો હતો.

મજુરો અજગરો ખસેડાતા ફરીવાર કેનાલના કામોમાં જોતરાયા હતા.

(10:03 am IST)