Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભાવનગરનું વિજ્ઞાન સંશોધન આભને આંબ્યુ

૯૭ વર્ષના પ્રો. સુખદેવનું સંશોધન કાર્ય અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની યાદીમાં ચમકયું : માનવ જાતને રોગ મટાડવા વનસ્પતિની ઉપયોગીતા અંગે પ્રો. સુખદેવના સંશોધનની વિશ્વ લેવલે નોંધ

ભાવનગર, તા.૧૧ : નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા ભારતમાં જુદા-જુદા વિજ્ઞાનના વિષયોમાં સંશોધન કાર્ય કરતા ૧પ૯૪ વિજ્ઞાનીકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ નામોમાં હાલમાં ૯૭ વર્ષની ઉંમરે ભાવનગરમાં રહેતા પદ્મભૂષણ પ્રો. સુખદેવનું નામ પણ જાહેર કરવામાં આવેલ હોવાનું ભાવનગર યુનિ.ના પ્રો. નિશીથ દેશાઇની એક યાદીમાં જણાવાયું છે.

આ સમગ્ર કાર્ય માટે જે ડેટાબેઝ નકકી કરવામાં આવેલ તેના દરેક પાસાઓ વિજ્ઞાનની ભાષામાં ખૂબજ કઠીન હતાં. આ નામો નક્કી કરવા માટે ગુણવત્તા જળવાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવેલ. હાલમાં કોઇપણ વૈજ્ઞાનિકની ગુણવત્તા નક્કી કરવા માટે સ્કોપસ અને ગુગલ સ્કોલરની મદદ લેવામાં આવે છે. આમાં વૈજ્ઞાનિકો દ્વારા કેટલા સંશોધન પત્રો તેમની કારકીર્દી દરમિયાન પ્રકાશન કરેલ તેનું કાર્યનું પણ મૂલ્યાંકન કરવામાં આવેલ. આમ સમગ્ર રીતે લીસ્ટમાં સામેલ વૈજ્ઞાનિકના દરેક દરેક સંશોધનના પાસાઓનું સઘન મૂલ્યાંકન કરીને ભારતના વૈજ્ઞાનિકોની યાદી તૈયાર કરવામાં આવેલ. આમ સમગ્ર રીતે લીસ્ટમાં સામેલ વૈજ્ઞાનિકના દરેક દરેક સંશોધનના પાસાઓનું સઘન મૂલ્યાંકન કરીને ભારતના વૈજ્ઞાનિકોની યાદી તૈયાર કરવામાં આવેલ.

પ્રો. સુખદેવ ૧૯૭૪માં માલતી કેમ સંશોધન કેન્દ્રમાં જોડાયેલ અને આ દરમ્યાન પ્રો. સુખદેવે વનસ્પતિમાંથી મળતા જટીલ રાસાયણિક સંયોજનોને છુટા પાડીને તેમનું બંધારણ સાબિત કરીને આ સંયોજનોનો ઉપયોગ માનવ જાતના રોગ સામે લડવા માટે ઉપયોગીતા સાબિત કરેલ. આ સમય દરમિયાન તેઓએ અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.નં માર્ગદર્શન આપેલ.

આમ આ યાદીમાં તેમના પ્રદાનને ટોકસીકોલોજી નામના વિષયમાં ૭પ૪ નંબર ઉપર દર્શાવામાં આવેલ છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જે વૈજ્ઞાનિકોના નામ જાહેર કરવામાં આવેલ છે. તે વૈજ્ઞાનિકો વિશ્વવિદ્યાલયો અથવા સરકારી કે અર્ધસરકારી સંશોધન સંસ્થામાં કાર્ય કરેલ છે અથવા કાર્ય કરતા હતાં, પરંતુ ડો. સુખદેવ એક માત્ર એવા વૈજ્ઞાનિક છે કે જેઓ ખાનગી માલતીકેમ નામના સંશોધન કેન્દ્રમાં કાર્ય કરતા હતાં અને આ સમય દરમ્યાન તેમને જે કાર્ય પ્રકાશિત કરેલ છે. તેની ઉપર તેમના વૈજ્ઞાનિક કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવેલ છે જે એક અસાધારણ ઘટના ગણી શકાય.

પ્રો. નિશીથ દેસાઇ કે જેઓ રસાયણ ભવન ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ છે અને છેલ્લા દસ વર્ષોથી તેઓની સાથે ઘનિષ્ઠ રીતે તેઓના સંશોધનમાં સંકળાયેલ છે.  તેઓએ જણાવલ કે ડો. સુખદેવ દ્વારા ૩પ વર્ષ પહેલા કરેલ કાર્યને આજે એટલે ર૦ર૦ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ લીસ્ટમાં શામેલ કરવામાં આવેલ તે સ્વયમ સ્પષ્ટ કરે છે કે તેઓ દ્વારા ૧૯૭૦થી ૧૯૮પમાં કરેલ કાર્ય કેટલુ ગુણવત્તા સભર હશે. આ લીસ્ટમાં કદાચ સુખદેવ સાહેબ એક માત્ર ૯૭ વર્ષના વયોવૃદ્ધ વૈજ્ઞાનિક હશે. હાલમાં પણ તેઓ પોતાના સંશોધન પરત્વે દિવસના પાંચ કલાક કાર્ય કરે છે. આમ ડો. સુખદેવનું વૈજ્ઞાનિક જીવન હાલની પેઢી માટે પ્રેરણા દાયક છે એમ કહી શકાય.

(3:36 pm IST)