Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જામનગર કોર્ટમાં બે પક્ષો બાખડી પડયા

ભરણપોષણના કેસમાં સમાધાન વખતે જ ડખ્ખો

જામનગર, તા.૧૧: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભાનુબેન હમીરભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ભાનુબેનની દિકરીનો ભરણપોષણના કેસનું સમાધાન હોય જેથી લાલ બંગલા કોર્ટ જામનગર ખાતે આરોપીઓ કાનાભાઈ દેવભાઈ ગોહિલ, કંચનાબેન કાનાભાઈ, ધર્મેન્દ્ર કાનાભાઈ, જયેન્દ્ર કાનાભાઈ, જગદીશભાઈ   અને ફરીયાદી ભાનુબેનના ઘરના તમામ સભ્યો ભેગા થયેલ હોય જેમા સમાધાન થઈ જતા ફરીયાદી ભનુબેનને દિકરીનો કરીયાવરનો સમાન બાબતે આરોપી કાનાભાઈ દેવાભાઈ ગોહિલ, કંચનાબેનએ ફરીયાદી ભાનુબેન તથા તેના ઘરના તમામ સભ્યો સાથે ગાળાગાળી કરવા લાગેલ અને આરોપી કાનભાઈ ફરીયાદી ભાનુબેનના પતિ તથા દિકરા સાથે ઝપાઝપી કરી મુંઢ ઈજા કરેલ તથા આરોપી કંચનબેન એ ફરીયાદી ભાનુબેન સાથે તથા તેની દિકરી સાથે ઝપાઝપી કરી મુંઢ ઈજા કરી તથા આરોપી જગદીશભાઈએ ફરીયાદી ભાનુબેનના પતિને છાતીના ભાગે બચકા ભરી ઈજાઓ કરી નાશી ગયેલ બાદ થોડવાર થતા આરોપી જયેન્દ્ર કાનભાઈ, ધર્મેન્દ્ર કાનાભાઈ એક ફોરવ્હીલમાં રોડ પર આવી એ આરોપી જયેન્દ્ર એ ફરીયાદી ભાનુબેનને માથાના પાછળના ભાગે એક છરી વડે છરકો મારી તથા આરોપી જયેન્દ્ર એ ફરીયાદી ભાનુબેનની દિકરીને પણ માથાના ભાગે છરી વડે છરકો મારી ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હીરજી મીસ્ત્ર્રી રોડ, નવાગામ બેંકની બાજુમાં પ્રવિણદાઢીની વાડીની બાવરોની કાટમાં આરોપી ગોવિંદ હેમતભાઈ કટારમલ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૪૮, કિંમત રૂ.૩૩,૭૦૦/– નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે તથા આરોપી પંકજ ઉર્ફે કાનો ભાનુશાળી જથ્થો પુરો પાડનાર ફરાર થઈ ગયેલ છે.

છેડતી કરી અપમાનીત કરી

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રૂક્ષ્મણીબેન બાબુભાઈ બધાભાઈ બાબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે,  મચ્છરનગર, અનુપૂર્ણા માતાજીના મંદિર પાસે, હાઉસીંગ બોર્ડના મકાન પાસે, જામનગરમાં ફરીયાદી રૂક્ષ્મણીબેન પોતાના કામ ઉપરથી ચાલીને પોતાના ઘરે જતા હોય ત્યારે રસ્તામાં આરોપી જયપાલસિંહ ચુડાસમા, મોટરસાયકલ લઈ પીછો કરેલ અને છેડતી કરી ગાળો બોલતા ફરીયાદી રૂક્ષ્મણીબેન ત્યાંથી ઘર પાસે પહોંચેલ ત્યા પણ આરોપી જયપાલસિંહએ સાહેદ મયુરભાઈને અને સાહેદ આરતીબેનને અને ફરીયાદી રૂક્ષ્મણીબેનને જાહેરમાં ગાળો બોલીને જાતી વિશે અપમાનીત કરી ગુનો કરેલ છે.

નાની લાખાણી ગામે દારૂની બોટલ સાથે ૩ શખ્સો ઝડપાયા

પંચ એ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. યશપાલસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નાની લાખાણી ગામે આરોપી તેજપાલસિંહ હકુભા જાડેજા, ઈનોવા કાર નં. જી.જે.૧૪–એ.એ.–૭૯૮૯ વાળો રામકૃષ્ણ હર્ષદભાઈ દુધરેજીયા  ઈંગ્લીશ દારૂ ઓલ્ડ મંન્ક રમની બોટલ નંગ–૧પ, કિંમત રૂ.૭પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. શૈલેન્દ્રસિંહ સજુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નાની લાખાણી ગામે આરોપી હિતેન્દ્રસિંહ દાજીભા જાડેજા તથા રામકૃષ્ણ હર્ષદ દુધરેજીયા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઈંગ્લીશ દારૂ ઓલ્ડ મંન્ક રમની બોટલ નંગ–૭ર, કિંમત રૂ.૩૬૦૦૦/– તથા એક વિવો કંપનીનો મોબાઈલ ફોન –૧, કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ મુદામાલ ૪૧૦૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે. આરોપી રામકૃષ્ણ હર્ષદ દુધરેજીયાની કોવિડ–૧૯નો ટેસ્ટ થઈ શકે તેમ ન હોવાથી હાલમાં ધરપકડ બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:45 pm IST)