Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ગુજરાતમાં ભાજપની જીતને વધાવતુ જૂનાગઢ શહેર ભાજપ

જૂનાગઢ : ગુજરાત પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીતને વધાવવા માટે શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ પુનિતભાઇ શર્માની આગેવાનીમાં કાળવા ચોક ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુનિત શર્મા પૂર્વ પ્રમુખ શશીકાન્ત ભીમાણી , મેયર હિમાન્સુ પંડ્યા, મહેન્દ્રભાઇ મશરૂ, આદ્યાશકિતબેન મજમુદાર, રાકેશ ધુલેશીયા, ગોગીભાઇ પઢીયાર, કિશોર ચોટલીયા, નટુભાઇ પટોળીયા, સંજય મણવર, કૃષ્ણકાંત રૂપારેલીયા વિગેરેએ ઢોલનગારાના તાલ સાથે વિજયને વધાવવામાં આવ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:41 am IST)