Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ધોરાજીમાં ફટાકડા ફોડીને મિઠાઇનું વિતરણ : ભાજપ દ્વારા વિજય ઉત્સવ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૧૧: ધોરાજીના અવેડા ચોક ખાતે ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર હાલ ભાજપ આગળ ચાલે છે અને બીજી બાજુ બિહાર અને મધ્યપ્રદેશ પણ ભાજપ આગળ ચાલી રહી છે તેના પગલે ધોરાજી ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ ઉજવવાનું શરૂ કરી દીધો છે કાર્યકરો એકબીજાના મોઢા મીઠા કરાવી જીતનો જશ્ન મનાવી રહી છે જે બિહાર અને મધ્યપ્રદેશમાં ત્યાં સુધી મતગણતરી બાદ લગભગ ભાજપનું જીતવાનું ફાઈનલ થઇ ગયું છે તો બીજી બાજુ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી હતી જેને લઈને તો ધોરાજી માંભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ભાજપના કાર્યકરોએ એકબીજાને મીઠાઇ ખવડાવી જીતની ખુશી મનાવી હતી આ તકે ધોરાજીના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિનુભાઇ માથુકિયા. વિ ડી પટેલ, હરસુખભાઈ ટોપિયા ,પરેશ વાગડીયા, વિજયભાઈ બાબરીયા, કૌશિકભાઇ વાગડિયા, પ્રવીણભાઈ સિરોયા, અમિતભાઈ ગોહિલ, મગનભાઈ નાર ,કિશોરભાઈ વઘાસિયા, ચીમનભાઈ વૈષ્ણવમિહિરભાઈ હિરપરા, કલ્યાણજીભાઇ તાડા, સાગરભાઇ અંટાળા, વિજયભાઈ અંટાળા, પ્રતિકભાઇ કંડોળીયા ,જીતુભાઈ કિરીટભાઈ વઘાસિયા, પીન્ટુભાઈ ત્રિવેદી ક્રિસ ભાઈ કોરાટ ઉપસ્થિત રહ્યા હતા અને વિજય ઉત્સવ મનાવ્યો હતો.

(11:40 am IST)